ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના 27 જળાશયો 100 ટકા ભરાયા, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જુઓ - જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના (Heavy Rain in all over Gujarat) કારણે 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ (Water storage in water projects) થયો છે. તો સરદાર સરોવર પરિયોજનામાં 50.63 ટકા જળસંગ્રહ (Reservoir in Sardar Sarovar Project) થયો છે. તો રાજ્યના કેટલા જળાશયો 100 ટકા ભરાયા તેમ જ અન્ય જળાશયોની શું સ્થિતિ છે આવો જાણીએ.

રાજ્યના 27 જળાશયો 100 ટકા ભરાયા, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જુઓ
રાજ્યના 27 જળાશયો 100 ટકા ભરાયા, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જુઓ

By

Published : Jul 16, 2022, 2:23 PM IST

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે (Heavy Rain in all over Gujarat) અનેક ડેમ ઓવરફ્લૉ થઈ ગયા છે. તેમ જ રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ (Water storage in water projects) થયો છે. જ્યારે સરદાર સરોવર પરિયોજનામાં 50.63 ટકા જળસંગ્રહ (Reservoir in Sardar Sarovar Project) થયો છે. આ ઉપરાંત રાજ્યના 27 જળાશયો 100 ટકાથી વધુ અને 41 જળાશયો 70 ટકાથી 100 ટકા જેટલાં ભરાઈ ગયાં છે. આ સાથે જ રાજ્યમાં પાણીની સમસ્યાનું સમાધાન આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

207 જળ પરિયોજનઓમાં 50.92 ટકા જળસંગ્રહ -રાજ્યમાં સારા વરસાદના કારણે મહત્વની 207 જળ પરિયોજનાઓમાં (Water storage in water projects) 16 જુલાઈ સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 MCFT એટલે કે, કુલ સંગ્રહશક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ (Flood Cell of Water Resources Department) દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 MCFT એટલે કે, કુલ જળસંગ્રહ શક્તિના 54.18 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

આ પણ વાંચો-પૂરના પાણી ઓસરતા મહાનગર પાલિકાની ટીમો કામે લાગી

41 જળાશયોમાં 70 ટકાથી વધુની આવક -રાજ્યમાં 27 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 41 જળાશયોમાં 70થી 100 ટકાની વચ્ચે અને 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં (Reservoir in Sardar Sarovar Project) 50થી 70 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25થી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-ઘેડ વિસ્તારના ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરાતાં ખેડૂતોને આવ્યો રોવાનો વારો

સામાન્ય ચેતવણી અપાઈ -અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. તો 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details