ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધી હેરિટેજ પોર્ટલ: ગાંધીયન સાહિત્યના 27 લાખથી વધુ પેજ, તમામ લોકો માટે  ફ્રી - સમગ્ર વિશ્વ માટે 'ફ્રી' છે આ પોર્ટલ

અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમ ગાંધીજીના ઘર અને સંભારણા માટે જાણીતો છે. ગાંધીજીએ પોતાના જીવનનો એક મોટો ભાગ આ આશ્રમમાં વિતાવ્યો હતો. 2013માં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલ સાહિત્યને ઓનલાઇન મુકવા તે તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનહોનસિંહ દ્વારા 'ગાંધી હેરીટેજ પોર્ટલ' નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગાંધી આશ્રમમાંથી સંચાલિત થાય છે. અત્યાર સુધીમાં 27 લાખ જેટલા પેજ આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.

ગાંધી હેરિટેજ પોર્ટલ પર આશ્રમ દ્વારા 27 લાખ પેજ અપલોડ કરાયા છે
ગાંધી હેરિટેજ પોર્ટલ પર આશ્રમ દ્વારા 27 લાખ પેજ અપલોડ કરાયા છે

By

Published : Oct 2, 2021, 7:06 AM IST

  • સાબરમતી આશ્રમ ગાંધીજીના ઘર અને સંભારણા માટે જાણીતો છે
  • વડાપ્રધાન ડૉ. મનહોનસિંહ દ્વારા 'ગાંધી હેરીટેજ પોર્ટલ' નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
  • ગાંધી આશ્રમ તેમજ તેમાં રહેલી વસ્તુઓનું 3D મોડલિંગ પણ આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે

અમદાવાદ : અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમ ગાંધીજીના ઘર અને સંભારણા માટે જાણીતો છે. ગાંધીજીએ પોતાના જીવનનો એક મોટો ભાગ આ આશ્રમમાં વિતાવ્યો હતો. ગાંધીજીએ અહીં અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી. 2013માં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલ સાહિત્યને ઓનલાઇન મુકવા તે તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનહોનસિંહ દ્વારા 'ગાંધી હેરીટેજ પોર્ટલ' નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગાંધી આશ્રમમાંથી સંચાલિત થાય છે.

સમગ્ર વિશ્વ માટે 'ફ્રી' છે આ પોર્ટલ

સાબરમતી આશ્રમના આઈટી અને ટેકનોલોજી વિભાગના વડા વિરાટ કોઠારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "આ પોર્ટલ માટે સમગ્ર દુનિયામાંથી કન્ટેન્ટ મંગાવવામાં આવ્યું હતું. અમારી પાસે પણ જે ચોપડીઓ, લેટર વગેરે સાહિત્યિક વસ્તુઓ હતી તેનું પણ ડીજીટલાઇઝેશન કરાયું છે. ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટસ પાસેથી પણ સામગ્રી મંગાવવામાં આવી હતી. આ પોર્ટલ સમગ્ર વિશ્વ માટે ફ્રી છે."

ગાંધી હેરિટેજ પોર્ટલ પર આશ્રમ દ્વારા 27 લાખ પેજ અપલોડ કરાયા છે

આ પણ વાંચો :Horoscope for the Day 2 October : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

આ એક સતત ચાલતી પ્રક્રિયા

અત્યાર સુધીમાં 27 લાખ જેટલા પેજ આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે. દર મહિને 30 હજાર જેટલા પેજ આ પોર્ટલ ઉપર અપલોડ થાય છે, તેનો કોઈ ટાર્ગેટ નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ કોરોનાના કારણે સ્ટાફ ઓછો થવાથી દર મહિને 10 થી 15 હજાર પેજ અપલોડ થઈ શક્યા છે.

વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં રેફરન્સ તરીકે ઉપયોગી

વિરાટ કોઠારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પોર્ટલ વિશ્વના 191 દેશોમાં ઉપલબ્ધ છે. વિશ્વની કેટલીય યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ સામગ્રી રેફરન્સ તરીકે વપરાય છે. કારણ કે, આ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવતી દરેક સામગ્રીની ઓથેન્ટીસીટી ચેક કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા તે શાળામાં બન્યું વિશ્વકક્ષાનું મ્યુઝિયમ

પુસ્તકો ઉપરાંત ગાંધી સાથે સંકળાયેલ સ્થળો પણ વર્ચ્યુઅલ ઉપલબ્ધ

આ પોર્ટલ ઉપર મહાત્મા સાથે સંકળાયેલ સાહિત્ય જ નહીં, પરંતુ વર્ચ્યુઅલ વોક થ્રુ પણ અપલોડ કરાયા છે. ગાંધીજીના દરેક આશ્રમને જોઈ શકાય છે. ઉપરાંત ગાંધીજી સાથે સંકળાયેલા સ્થળોને પણ જોઈ શકાય છે. ગાંધીજીનું દૈનિક જીવન વાંચી શકાય છે. ગાંધી આશ્રમ તેમજ તેમાં રહેલી વસ્તુઓનું 3D મોડલિંગ પણ આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.

પોર્ટલ વિઝીટરમાં ભારતીયો પ્રથમ

આ પોર્ટલની વિશેષતા એ છે કે, તેમાં દૈનિક વિઝીટર કરતાં દરેક વિઝીટર પોર્ટલ ઉપર કેટલો સમય ગાળે છે, તેને વધુ મહત્વ અપાય છે. અડધો કલાકથી વધુ સમય ગાળતાં વિઝીટરો દરરોજ 1700 થી 1800 હોય છે, જેઓ ગાંધી જીવન વિશે જાણવા આતુર હોય છે. વિઝીટરની દ્રષ્ટિએ ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, પ્રથમ ક્રમે ભારત છે. બીજા ક્રમે અમેરિકા છે અને ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details