એક વર્ષમાં 25 હજાર રખડતા ઢોર પકડ્યાં: અમદાવાદ કોર્પોરેશન - અમદાવાદ
અમદાવાદમાં રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવાનો મુદ્દો હંમેશા હોટ ટોપિક રહ્યો છે. તો ઢોરવાડામાંથી ઢોર ગુમ થવાનો મામલો પણ આજકાલ ચર્ચામાં છે. ત્યારે અમદાવાદ કમિશનરે આ મુદ્દે વધુ વિગતો આપી હતી.
એક વર્ષમાં 25,000 રખડતાં ઢોર પકડ્યાં, આટલા થઈ ગયાં RFID: અમદાવાદ કોર્પોરેશન
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઢોરવાડામાંથી ઢોર ગુમ થવા મામલે વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મામલે AMC કમિશનરે નિવેદન આપ્યું છે કે, શહેરમાંથી છેલ્લાં એક વર્ષમાં 25 હજાર રખડતા ઢોરને પકડવામાં આવ્યાં છે.