- PM મોદીનો ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ ડ્રીમ પ્રોજેક્ટ
- અમદાવાદ મનપા કરશે 231 કરોડનું કામ
- આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરવા યોજાઈ બેઠક
અમદાવાદઃ શહેરના સંત અને સાબરમતી નદી કિનારે આવેલા ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ માટે અમદાવાદ કોર્પોરેશન 231 કરોડનો કામ કરવાનું છે. જેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર કરવાની છે. અમદાવાદ મનપા 231 કરોડના ડેન્ડર બહાર પાડીને તે કામ કરાવશે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ એરિયામાં કોર્પોરેશન દ્વારા વિવિધ કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. આ પ્રોજેકટમાં કોર્પોરેશન દ્વારા થનારા કામો અંગે ગાંધીનગર ખાતે યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં કોર્પોરેશનના ટોચના અધિકારીઓએ બ્રીફિંગ કર્યું હતું...
ગાંધી આશ્રમ રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં કયા કયા કામો થશે? - 22.87 કરોડના ખર્ચે વોટર સપ્લાય અને વોટર ડિસ્ટ્રીબ્યુશનના કામો કરવામાં આવશે.
- 14.13 કરોડના ખર્ચે નવું સિવર નેટવર્ક તૈયાર કરવામાં આવશે.
- 25.03 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક બનાવવામાં આવશે.
- સૌથી મહત્વનું 46.11 કરોડના ખર્ચે ચંદ્રભાગા ડ્રેનેજ નેટવર્કનું કામ કરવામાં આવશે.
- આ માટે બે વીયર, રિટેનીંગ વોલ તેમજ ત્રણ બ્રિજ બનાવવામાં આવશે
- 38.09 કરોડના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે.
- એરિયા ફીલિંગ અને માટી પુરાણ માટે 51.11 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- 20.28 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ ઉભી કરવામાં આવશે.
- આ ઉપરાંત લેન્ડસ્કેપિંગ અને સ્કૂલના ટ્રાન્સફર માટે 13 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- આ પ્રકારે ટોટલ 231.03 કરોડના કામો માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યાં હતાં. જે ભરાઈ પણ ગયાં છે.
આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરવા થઈ બેઠક
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં અમદાવાદ સર્કિટ હાઉસમાં સીએમ સાથેની મહત્વની બેઠક મળી હતી. જેમાં આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરાવવા મુદ્દે થશે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કે.કૈલાશનાથન, ઓએસડી, આઈ.કે. પટેલ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના સબંધિત તમામ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ ગાંધી આશ્રમમાં VIP ચરખોઃ અનેક મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ