અમદાવાદમાં કોરોનાગ્રસ્ત 23 વર્ષી યુવતી 16માં દિવસે સાજી, SVP સ્ટાફે તાળીઓના ગડગડાટથી વિદાય કરી - SVP Hospital
SVP હોસ્પિટલમાં કોરોના વાઇરસના વધુ એક દર્દી સાજા થઈ જતાં આજે તેમને રજા આપવામાં આવી છે. જેને હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી.
અમદાવાદમાં કોરોનાગ્રસ્ત 23 વર્ષી યુવતી 16માં દિવસે સાજી, SVP સ્ટાફે તાળીઓના ગડગડાટથી વિદાય કરી
અમદાવાદઃ અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વાઇરસના વધુ એક દર્દી સાજા થઈ જતાં આજે તેમને રજા આપવામાં આવી છે. 23 વર્ષની યુવતી છેલ્લાં 16 દિવસથી સારવાર લઇ રહી હતી અને છેલ્લાં 24 કલાકમાં બે ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી છે. ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને તાળીઓના ગડગડાટથી વિદાય આપવામાં આવી હતી અને આ યુવતીએ હોસ્પિટલના સ્ટાફનો આભાર પણ માન્યો હતો.