ગુજરાત

gujarat

ETV Bharat / city

22-2-22 Special Day: આજના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનેક પોસ્ટ, લોકોએ કર્યા મા લક્ષ્મીના દર્શન - જ્યોતિષમાં નસીબદાર નંબર

આજની તારીખ 22-02-22 સંખ્યાત્મક રીતે દુર્લભ તારીખ (22-2-22 Special Day) છે. 22-02-22 તારીખ બંને તરફથી એક જ રીતે વાંચી શકાય છે. આજના દિવસે અનેક મીમ્સ પોસ્ટ અને જોક્સ વાયરલ થયા હતા. તો આજની તારીખના સંયોગને શુભ માનતા લોકોએ ધાર્મિક અને શુભ કાર્યો પણ કર્યા હતા.

22-2-22 Special Day: આજના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનેક પોસ્ટ, લોકોએ કર્યા મા લક્ષ્મીના દર્શન
22-2-22 Special Day: આજના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનેક પોસ્ટ, લોકોએ કર્યા મા લક્ષ્મીના દર્શન

By

Published : Feb 22, 2022, 8:40 PM IST

અમદાવાદ: 22-02-2022 - ઘણા લાંબા સમય બાદ કેલેન્ડરમાં સંખ્યાત્મક રીતે ખૂબ જ દુર્લભ (22-2-22 Special Day) હોય તેવી તારીખ આવી છે. આજની તારીખ 22-02-2022ને લઇને આજે દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ (22 2 22 Jokes on social media) અને પોસ્ટ વાયરલ થયા છે. આવો માણીએ આવા મીમ્સ.

આજની તારીખ અત્યંત અસામાન્ય

આજના દિવસની તારીખ પેલિન્ડ્રોમ અને એમ્બિગ્રામ છે

22 ફેબ્રુઆરી 2022 માત્ર સામાન્ય નથી, પરંતુ તે અત્યંત અસામાન્ય છે. તારીખ એક જ સમયે પેલિન્ડ્રોમ અને એમ્બિગ્રામ (22 2 22 palindrome and ambigram) છે. આ સૂચવે છે કે તે બંને તરફથી એક જ રીતે વાંચી શકાય છે.

આજે Tuesday નહીં, Twosday

લોકોએ મીમ્સ અને જોક્સ શેર કર્યા

આ દુર્લભ દિવસ જીવનકાળમાં ક્યારેય ફરી નહી આવે. ત્યારે આ ખાસ તારીખને લઇને લોકોએ ઘણા મીમ્સ અને જોક્સ શેર કર્યા હતા. મિત્રોએ એક બીજાને આજના દિવસની 22-02-2022ની પોસ્ટ, ઈમેજ અને મીમ્સ વાયરલ કર્યા હતા.

સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ અને પોસ્ટ વાયરલ

દુર્લભ દિવસે TWOSDAYનો ઉજવણીનો માહોલ

એટલું જ નહી પણ આ ખાસ તારીખ અઠવાડિયાના બીજા દિવસ-મંગળવારે આવી છે, જે યોગ ખૂબ જ મંગળ છે. આ અંકશાસ્ત્રીય ઘટના (neurological phenomenon 2022) ફરીથી આવશે નહીં. લોકો આજે Tuesdayની જગ્યાએ Twosday વધારે કહી રહ્યા છે.

હેપ્પી Twosday

લોકોએ ફૂડ પણ 2ની સંખ્યામાં ઓર્ડર કરવાનું પસંદ કર્યું

તેવી જ રીતે લોકો આજે તેમનુ ફૂડ 2ની સંખ્યામાં ઓર્ડર (Food on 22 2 22) કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. વર્ષ 2022માં ખાસ કરીને ફેબ્રુઆરીમાં 2ની સંખ્યા વધારે જોવા મળશે. સોશિયલ મીડિયા પર ઉજવણીનો માહોલ સર્જાયો હતો. આ દુર્લભ દિવસે લોકો એકબીજાને શુભકામનાઓ આપી રહ્યા છે.

આજની તારીખમાં 2 અંક 6 વખત આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં 2 અંકનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં 2ના અંકને અને 6ના અંકને શુભ (lucky number in astrology) અંક મનાય છે. આજની તારીખમાં 2 અંક 6 વખત આવે છે. 6નો અંક શુક્ર ગ્રહનો અંક (the number of venus) છે. શુક્ર લવ, રોમાન્સ અને લક્ષ્મીજીનો અંક ગણાય છે.

લોકોએ લક્ષ્મીજીના મંદિરના દર્શન કર્યા

લોકોમાં પ્રેમ વધે છે

આજના દિવસે લોકોમાં પ્રેમ વધે છે અને લક્ષ્મી વધે તે માટે લક્ષ્મીજીના મંદિરમાં દર્શન કરવા પણ ગયા હતા. તેમજ લોકોએ લગ્ન તેમજ સગાઈ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details