ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોળકામાં કેડિલા કંપનીના 21 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત, તંત્ર એક્શન મોડમાં...

ગુજરાતમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,663 પહોંચી છે. જો કે, તે પૈકી 2,514 કેસ ગત એક અઠવાડિયામાં નોંધાયા છે. ત્યારે અમદાવાદના ધોળકામાં પણ કોરોના વાઇરસનો કહેર જોવા મળ્યો છે. ધોળકાની કેડિલા કંપનીના 21 કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે.

ETV BHARAT
કેડિલા કંપનીના 21 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

By

Published : May 7, 2020, 2:25 PM IST

અમદાવાદઃ ધોળકામાં આવેલી કેડિલા યુનિટના 21 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસો પહેલા 30 લોકોના શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 21 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 9 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કેડિલા યુનિટમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદથી અપડાઉન કરતાં મોટાભાગના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ધોળકામાં આવેલા કેડિલા યુનિટનો પ્લાન્ટ ત્રાસદમાં આવેલો છે. જેથી 21 પોઝિટિવ કેસ નોંધાતા ત્રાસદમાં કેડિલા યુનિટના પેકેજિંગ યુનિટને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી શકે છે.

કેડિલા કંપનીના 21 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત
ધોળકા ત્રાસદ રોડ ઉપર આવેલી કેડિલા કંપનીમાં 2 દિવસ અગાઉ 30 જેટલા કર્મચારીઓનું આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યાં હતા. આ તમામના આર.ટી.સી.આર.સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાંથી 21 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ધોળકાના વિવિધ વિસ્તારના 9 વ્યક્તિનો સામેલ છે. આ ઉપરાંત અમદાવાદના 8 વ્યક્તિ, દસક્રોઈ તાલુકાના ભાત ગામનો 1 વ્યક્તિ, ખેડા જિલ્લાના મહુધાનો 1 વ્યક્તિ, ધોળકા તાલુકાના ત્રાસદ ગામનો 1 વ્યક્તિ, પીસવાડા ગામનો 1 વ્યક્તિ એમ કુલ 21 વ્યક્તિઓ કેડિલા કપંનીના કર્મચારીઓ છે.

બે દિવસ અગાઉ જે 14 જેટલા પોઝિટિવ દર્દીઓ આવ્યા હતા તેમને અમદાવાદની હોસ્પિટલોમાંથી ધોળકા ક્લીકુંન્ડ ખાતે અતિથિગૃહમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ધોળકા પંથકમાં માત્ર 17 દિવસમાં જ કુલ 41 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ દર્દી આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details