અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં (2008 Bomb Blast Case Hearing) વિશેષ અદાલતમાં આજની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. વધુ સુનાવણી 14 ફેબ્રુઆરીના રોજ હાથ (Ahmedabad 2008 Serial Bomb Blast Case Update) ધરાશે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે વિશેષ અદાલતે તમામ 49 દોષિતોનો પક્ષ (2008 Bomb Blast Case Hearing) સાંભળ્યો હતો અને બચાવ પક્ષના વકીલો દ્વારા નામદાર કોર્ટ સમક્ષ પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે સજા મુદ્દે આરોપીઓને જે રજૂઆત કરવી હોય એ કરી શકે છે તેમજ દરેક આરોપીઓને સાંભળવા જરૂરી છે.
શું થયું આજની સુનાવણીમાં
- કોર્ટ દ્વારા અગાઉની સુનાવણીમાં વકીલોને તમામ દોષિતોની માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું
- આરોપીઓની શૈક્ષણિક વિગત પરિવારની વિગત અને મેડિકલની વગેરે એકત્રિત કરેલી માહિતીને કોર્ટમાં રજૂ (2008 Bomb Blast Case Hearing)કરવામાં આવી હતી
- તમામ 49 આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ સાંભળવામાં આવ્યાં હતાં
- બધાં 49 દોષિતોના વકીલ દ્વારા બધાં જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.