- નોનવેજ લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો
- 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી અરજી
- આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે
અમદાવાદ: નોનવેજ લારીઓ (nonveg stalls)ને હટાવવાનો મુદ્દો હવે ગુજરાત હાઇકોર્ટ (gujarat high court) પહોંચ્યો છે. 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં આ માટેની દાદ માંગતી અરજી હાઈકોર્ટ (high court)માં કરી છે.
કોની કોની સામે અરજી?
આ અરજી રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી (chief secretary to the state government), અર્બન હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ (urban housing and urban development department gujarat)ના એડિશનલ ચીફ સેક્રેટરી, અમદાવાદ મહાનગરપાલિકા (ahmedabad municipal corporation) અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન (chairman of the town planning committee) દેવાંગ દાણીની સામે કરવામાં આવી છે. આગામી સમયમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય મનસ્વી