ગુજરાત

gujarat

ETV Bharat / city

Tokyo 2020 Paralympics માટે અમદાવાદની બે દિવ્યાંગ મહિલા ક્વોલિફાય, ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે - Paralympic Tennis Players of india in Tokyo 2020 Paralympics

આગામી ઓગસ્ટ મહિનામાં જાપાનના ટોક્યો શહેરમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympic Games) યોજાવા જઈ રહી છે. જેમાં ટેબલ ટેનિસ માટે અમદાવાદની બે દિવ્યાંગ મહિલા ટેનિસ પ્લેયર ક્વોલિફાય થયા છે. આ બંને પ્લેયર્સ 90 ટકા દિવ્યાંગ હોવા છતા વ્હિલચેર પર બેસીને ટેનિસમાં પોતાની પ્રતિભા રજૂ કરી રહ્યા છે.

Tokyo 2020 Paralympics
Tokyo 2020 Paralympics

By

Published : Jun 29, 2021, 10:28 PM IST

  • Summer Paralympic Games 2020 માં રમવા જશે ગુજરાતના ખેલાડીઓ
  • ભાવિના પટેલ અને સોનલ પટેલે Table Tennis સ્પર્ધા માટે ક્વોલિફાય થયા
  • અમદાવાદની બે ટેનિસ પ્લેયર્સ ઓગસ્ટમાં પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા જશે

અમદાવાદઃ શહેરનું વિશ્વસ્તરે પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympic Games) માં નામ રોશન કરવા માટે આવતો ઓગસ્ટ મહિનો ખાસ બની રહેવાનો છે કે, જ્યારે અમદાવાદની પેરાલિમ્પિક ટેનિસ પ્લેયર્સ (Paralympic Tennis Players) ભાવિના પટેલ અને સોનલ પટેલની જોડી જાપાનના ટોકિયો ખાતે યોજાનારી પેરાલિમ્પિક્સ (Tokyo 2020 Paralympics) માં ટેબલ ટેનિસની સ્પર્ધામાં ઊતરશે.

અમદાવાદની બે દિવ્યાંગ મહિલા પેરાલિમ્પિક્સ ગેમ્સ માટે ક્વોલિફાય, ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

સમગ્ર ભારતમાંથી ક્વોલિફાય થનારી એક માત્ર જોડી

ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં વિશ્વસ્તરે 8મા ક્રમાંકે છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે 28 એવોર્ડ જીતી ચૂક્યાં છે. તેમજ સોનલ પટેલ વિશ્વસ્તરે 19મા ક્રમાંકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 25 એવોર્ડ જીતી ચૂક્યાં છે. ભાવિના પટેલ અને સોનલ પટેલ પેરાલિમ્પિક્સ ગેમ્સ (Tokyo 2020 Paralympics) માટે સખત મહેનત કરી રહ્યાં હતા. જેના પરિપાકરુપે તેમનું સ્વપન સાકાર થયું છે. આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ગુજરાતમાંથી જ નહીં, આખા ભારતમાંથી 1973 પછી પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympic Games) માં ભાગ લેવા માટે ક્વોલિફાય થનારા આ બે ટેનિસ પ્લેયર્સ બન્યા છે અને ઇતિહાસ સર્જ્યો છે.

અમદાવાદની બે દિવ્યાંગ મહિલા પેરાલિમ્પિક્સ ગેમ્સ માટે ક્વોલિફાય, ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

CM Rupani સહિત વિપક્ષના નેતાઓએ પણ પાઠવી શુભેચ્છા

ભાવિના પટેલ અને સોનલ પટેલ ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સ (Tokyo 2020 Paralympics) માં ક્વોલિફાય થતા મુખ્યપ્રધાન રુપાણી (CM Rupani) સાથે મંગળવારે શુભેચ્છા મુલાકાત કરી હતી . મુખ્યપ્રધાને તેમને આશિર્વાદ આપીને ભારતના નામનો ડંકો વગાડે તેવી શુભેચ્છા પાઠવી હતી. ભાવિના પટેલ અને સોનલ પટેલે આજે મંગળવારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details