અમદાવાદ: ટ્રમ્પના આગમન પૂર્વે એરપોર્ટ 2 વિમાન આવ્યાં હતા. જેમાં સિક્રેટ સર્વિસના જવાનો, ડેલીગેશન, સ્નિફર ડોગ તથા સુરક્ષાની જરૂરી સામગ્રી લાવવામાં આવી હતી.
નમસ્તે ટ્રમ્પ: US એરફોર્સના વધુ 2 વિમાન સુરક્ષા સામગ્રી, સ્નિફર ડોગ સાથે અમદાવાદ પહોંચ્યા - અમદાવાદ એરપોર્ટ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે છે, જેને લાઈને તડામાર તૈયારીઓ થઇ રહીં છે. ટ્રમ્પની સુરક્ષા ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે શનિવારે US એર ફોર્સના વધુ 2 પ્લેન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જેમાં સુરક્ષાની સામગ્રી અને જરૂરિયાતની વસ્તુઓ સાથે સિક્રેટ સર્વિસના જવાનો પહોંચ્યા હતા.
US એરફોર્સના વધુ 2 વિમાન સુરક્ષા સામગ્રી અને સ્નિફર ડોગ સાથે અમદાવાદ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ 2 પ્લેન આવ્યાં હતા અને તેમાં પણ સુરક્ષાની સામગ્રી અને સિક્રેટ સર્વિસના જવાનો આવ્યા હતા, ત્યારે આજે વધુ 2 પ્લેન આવ્યાં છે. સટ્રમ્પની સુરક્ષાને ધ્યાનમાં રાખી આજે એટલે કે શનિવારે તમામ જવાનો સમગ્ર રૂટ અને સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે. આ સાથે જ સ્નિફર ડોગને પણ રાખવામાં આવશે અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.