ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં CBIનો સપાટો, 2 લંચિયા મેડિકલ ઓફિસર ઝડપાયા - 2 લંચિયા મેડિકલ ઓફિસર ઝડપાયા

અમદાવાદમાં CBIની ટીમ દ્વારા સપાટો બોલાવાતા 2 લાંચિયા મેડિકલ ઓફિસરને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં મેડિકલ ઓફિસરોએ ફાર્માસ્યુટિકલ કંપની પાસે 3.50 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી, જ્યારે લાંચના પૈસા લઈ રહ્યા હતા તે દરમિયાન જ CBIની ટીમે વોચ ગોઠવીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

અમદાવાદમાં CBIનો સપાટો
અમદાવાદમાં CBIનો સપાટો

By

Published : May 16, 2021, 10:17 PM IST

  • અમદાવાદમાં CBIનો સપાટો
  • 2 લાંચિયા મેડિકલ ઓફિસરોને રંગેહાથ ઝડપયા
  • મેડિકલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા
  • રૂપિયા 3.50 લાખની લાંચ લેતા ઝડપાયા
  • સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલના 2 અધિકારી સકંજામાં
  • CDSCO કચેરીના 2 અધિકારી CBIની આંટીમાં
  • 1 ફાર્માસ્યુટિકલ કંપની પાસે માગી હતી લાંચ

અમદાવાદઃ શહેરમાં CBIની ટીમ દ્વારા સપાટો બોલાવાતા 2 લાંચિયા મેડિકલ ઓફિસરને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં મેડિકલ ઓફિસરોએ ફાર્માસ્યુટિકલ કંપની પાસે 3.50 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી, જ્યારે લાંચના પૈસા લઈ રહ્યા હતા તે દરમિયાન જ CBIની ટીમે વોચ ગોઠવીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઉપરાંત બન્ને આરોપીઓના ઘરે દરોડા દરમિયાન CBIને 25 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. હવે આ બન્ને અધિકારીઓ સામે ગાંધીનગર CBIમાં ગુનો નોંધાયો છે, ત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ CBIએ અનિલ દેશમુખના આસિસ્ટન્ટ્સ અને વાઝેના ડ્રાઈવરની પૂછપરછ કરી

બન્ને વિરુદ્ધ ગાંધીનગર CBIમાં નોંધાયો ગુનો

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી પરાગ ગૌતમ અને આર.મોહન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનમાં મેડિકલ ડિવાઈસ ઓફિસર તરીકે કાર્યરત છે. ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ્સ મેન્યુફેક્ચરિંગના બિઝનસમાં રહેલા ફરિયાદીના યુનિટમાં બન્ને મેડિકલ ઓફિસરે ઈન્સ્પેક્શન કર્યું હતું અને તેમણે ફરિયાદી પાસેથી 3.50 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી.

એક અધિકારીને ત્યાંથી મળી 14 લાખની રોકડ રકમ

બન્નેના ઘરમાંથી 25 લાખની રોકડ મળી આવી છે, જ્યારે આ મામલે બન્ને લાંચિયા મેડિકલ ઓફિસરને રંગે હાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. વધુમાં બન્ને આરોપીઓના ઘરમાં પણ રેડ પાડવામાં આવી હતી. જેમાંથી એક આરોપીના ઘરેતી 11.40 લાખ રોકડ તથા બીજા આરોપીના ઘરેથી 13.90 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આજે રવિવારે તેમને અમદાવાદમાં કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details