ધનજી ઓડ સામે અરજી થવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગરના પેથાપુર બાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બીજી અરજી થઇ છે. ઘાટલોડિયાની વૃદ્ધાએ પોતાની દીકરીને નોકરી મળે તે માટે ધનજી ઓડ ઉર્ફે ઢબુડીના સહારે જવાનો નિર્ણય લીધો હતો અને ગાંધીનગર ખાતે ઢબુડીના દર્શન માટે જ્યારે વૃદ્ધાએ પહોંચી હતી. ત્યારે તેમના અનુયાયી દ્વારા સરકારી નોકરી મેળવવા માટે ઢબુડી માતાને 2 લાખ અને 5 લાખ ચડવાનું કહ્યું હતું.
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા વિરુદ્ધ નોંધાઈ 2 લાખની છેતરપિંડીની અરજી - અમદાવાદ
અમદાવાદ: ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે અરજીનો સિલોસિલો યથાવત છે. સરકારી નોકરી આપવાના બહાને 2 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની અરજી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જોકે નોકરી તો ના મળી પણ પરિવારે 2 લાખ ગુમાવ્યા અને વર્ષો સુધી નોકરી માટેની આશા રાખીને બેઠા હતા. ધનજી ઓડના અનુયાયી આશા અને દુઃખ લઈને આવતા લોકોને મોમાઈ માતા ભક્તિ મંડળ ટ્રસ્ટમાં પૈસા જમા કરાવતા હતા અને ઘાટલોડિયામાં રેહતા મૃણાની લેઉવાના પરિવારે સરકારી નોકરીની આશાએ 2 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને ધનજી ઓડના સમર્થકો એ પણ નોકરી આપવાના બહાને આ પૈસા ટ્રસ્ટમાં જમા કરાવ્યા હતા.
અનેક છતાં સરકારી નોકરી ન મળતા આખરે પરિવારે ધનજી ઓડના અનુયાયીઓનો સંપર્ક કર્યો પણ ધનજી ઓડના અનુયાયીઓેએ પણ પૈસા લઈને હાથ ઉંચા કરતા પરિવારે છેતરપીંડી થઇ હોવાને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બેન્ક સ્ટેટમેન્ટ તેમજ અરજદારના નિવેદનના આધારે ચાંદખેડા પોલીસે તાપસ શરૂ કરી છે. ધનજી ઓડ ભલે કહેતો કે તેને કોઈની પાસે પૈસા નથી લીધા પણ પોતાના દુઃખ અને આશા લઈને આવતા લોકોને ધનજી ઓડના સમર્થકો અને ધનજી ઓડ પૈસા લઇ ખખેરતા હતા. જો કે હજુ આવા કેટલા લોકો રાજ્યમાં છે જે ભોગ બન્યા છે તેનો આંકડો મોટો હોઈ શકે છે.