અમદાવાદઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સાણંદ અને બાવળામાં ગત કેટલાક સમયથી યુવકો નશાકારક સીરપનું સેવન કરી રહ્યા હોવાની માહિતી ડીજી સ્કોડને મળી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાવળા તાલુકાના ચિયાડા ગામમાં રહેતા કિરણસિંહ ચૌહાણના ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કિરણસિંહવા ગોડાઉનમાંથી 1,28,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કિરણસિંહ ગેરકાયદે સીરપનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે કિરણસિંહના ગોડાઉનમાં દરોડા પાડતાં phosphate યુક્ત rexogent અને apdyl-tનો કુલ 1,28,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.