ગુજરાત

gujarat

ETV Bharat / city

1984 શીખ રમખાણના પીડિતોની સંપત્તિ નુકસાનની રિટ હાઈકોર્ટ ફગાવી

અમદાવાદઃ વર્ષ 1984માં થયેલા શીખ રમખાણ દરમિયાન અમદાવાદમાં અસરગ્રસ્ત થયેલા 60 જેટલા શીખ પરિવારો વતી વળતરની માગ સાથે 4 જેટલા શીખ પરિવારોએ હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટને બુધવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ. જે. શાસ્ત્રીની ખંડ પીઠે ફગાવી દીધી છે.

1984 Sikh riot victims' property damage writ petition dismissed by the High Court
1984 શીખ રમખાણ પીડિતોના સંપતિ નુકસાનની રિટ હાઈકોર્ટે ફગાવી

By

Published : Jan 16, 2020, 3:00 AM IST

હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, અરજદાર વળતરને લઈને યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા નથી. જ્યારે કલેક્ટર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં અપિલકર્તાઓને નુકસાન થયું ન હોવાનું સામે આવ્યું છે. 30 વર્ષ બાદ 2019માં વળતર માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. અરજદારના વકીલ વતી હાઈકોર્ટમાં રજૂ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાલમાં જ વડાપ્રધાન મોદી દ્વારા શીખ રમખાણ પીડિતોને વધારાના વળતર ચુકવવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમને 35 વર્ષથી મૂળ વળતર પેટે એક રૂપિયો પણ ચુકવવામાં આવ્યો નથી.

1984 શીખ રમખાણ પીડિતોના સંપતિ નુકસાનની રિટ હાઈકોર્ટે ફગાવી

1984માં થયેલા શીખ નરસંહાર દરમિયાન અમદાવાદમાં પણ 60 જેટલા શીખ પરિવારોની સંપતિને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જો કે, વળતર પેટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપિયો પણ ચુકવવામાં આવ્યો નથી. અરજદારની માંગ છે કે, અન્ય રાજ્યોમાં શીખ રમખાણ પીડિતોને વળતર ચૂકવવામાં આવ્યું છે, તો ગુજરાતમાં કેમ તેમની સાથે આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અરજદારે રિટમાં સ્પષ્ટતા કરતા રજૂઆત કરી હતી કે, વાત વળતરની નથી, પરંતું ન્યાયની છે, સરકાર વળતર પેટે એક રૂપિયો પણ આપશે, તો તેને ન્યાય થયો તેમ માની લેશે.

અરજદારે રિટમાં જણાવ્યું હતું કે, "અગાઉ તેમણે આ મુદ્દે હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી દાખલ કરેલી અરજી અમદાવાદ કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટને ધ્યાનમાં લીધા બાદ નકારી કાઢી દીધી હતી. અરજદારનો આક્ષેપ છે કે, તેમની તરફે સંપતિના નુકસાન મુદ્દે રજૂ કરાયેલા દસ્તાવેજોને ધ્યાને લેવામાં આવ્યા નથી."

અરજદારનો આક્ષેપ છે કે, "તેઓ કોઈ ભીખ કે દાન માગી રહ્યાં નથી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા શીખ પીડિતોને વળતર ચૂકવવાની જાહેરાત કરાઈ છે, તો ગુજરાતના શીખ રમખાણ પીડિત પરીવાર સાથે કરવામાં આવી રહેલો અન્યાય તેમના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન છે."

અરજદારની દલીલ છે કે, છેલ્લા 35 વર્ષમાં તેમણે કેન્દ્ર, રાજ્ય સરકાર, કલેક્ટર, મહાનગર પાલિકા સહિત તમામ સતાધિશ પક્ષોને રજૂઆત કરી હોવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, 1984માં શીખ રમખાણો થયો હતો. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ સુરક્ષા કર્મીએ ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details