ગુજરાત

gujarat

ETV Bharat / city

બર્ડ ફ્લૂના ભય વચ્ચે અમદાવાદમાં 2 દિવસમાં 190 પક્ષીના મોત - death of birds

ઘણા સમયથી બર્ડ ફ્લૂના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં વધુ 190 જેટલા કબૂતરોના મોત નીપજ્યા હતા. જેને લઇને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

બર્ડ ફ્લુના ભય વચ્ચે અમદાવાદમાં 2 દિવસમાં 190 પક્ષીના મોત
બર્ડ ફ્લુના ભય વચ્ચે અમદાવાદમાં 2 દિવસમાં 190 પક્ષીના મોત

By

Published : Feb 5, 2021, 4:46 PM IST

  • નારોલ વિસ્તારમાં એકસાથે 190 કબૂતરના મોત
  • મૃત્ત પક્ષીઓના મૃત્તદેહ સેમ્પલ ભોપાલ મોકલાશે
  • ક્યા કારણોથી મોત થયા છે તે અંગે કરવામાં આવશે તો તપાસ

અમદાવાદ: નારોલમાં આવેલા આકૃતિ ટાઉનશીપમાં 190 થી વધુ કબૂતરના મોત નીપજ્યા હતા. જેને લઇને લાંભાથી પશુ દવાખાનાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાઇડલાઇન પ્રમાણે કબૂતરનો નિકાલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

મૃત્ત કબૂતરના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવશે

મહત્વનું છે કે, હાલમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ વધારે સામે આવ્યા છે ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં 190 થી વધુ કબૂતરોના એકસાથે નીચેનો મોતને લઈને તંત્રની સાથે જ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગાઈડલાઈન પ્રમાણે તમામ મૃત્ત પશુઓનો નિકાલ કરીને સાથે જ સેમ્પલ માટે પક્ષીઓના મૃત્તદેહભોપાલ મોકલવામાં આવશે. તેના બાદ જ ખ્યાલ આવશે કે અન્ય કોઇ કારણોસર પક્ષીઓના મોત થયા છે કે પછી ડૂબી જવાના કારણે થયાં છે.

ABOUT THE AUTHOR

...view details