અમદાવાદ : પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રુપે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક' એવોર્ડ એનાયત(19 Police personnel awarded 'Police chandrak Award' by President) કરવામાં આવશે, આ બાબત રાજ્ય પોલીસ માટે ગૌરવની બાબત છે. જેમાં 2 કર્મચારીઓને વિશિષ્ટ સેવા અંગે 'પોલીસ મેડલ' અને 17 પોલીસ કર્મચારીઓને પ્રંશસનીય કામગીરી બદલ 'પોલીસ ચંદ્રક એવોર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી છે.
19 જવાનોને કરાશે સન્માનિત
પોલીસ ચંદ્રક' એવોર્ડમાં IPS નરસિંમ્હા કોમારનું પણ સન્માન થવા જઇ રહ્યું છે, તે બાબતે તેમને જણાવ્યું હતુ કે, આ એવોર્ડમાં મારુ નામ આવ્યું છે તે માટે હું ખુશીની લાગણી અનુભવું છું. મારી 25 વર્ષની સર્વિસમાં 21 પોસ્ટીંગની જગ્યા પર કાર્ય કર્યુ, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સેન્ટ્ર્લ બ્યુરો ઇન્વેસ્ટીંગેશનમાં કામ કર્યુ ત્યારબાદ CID ક્રાઇમ અને CBI તરીકે કામ કરવાનો લાભ મળ્યો હતો. 41 શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ, કેમેરા લગાવવા જેવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી.