શહેરના કાલુપુર રેલવે સ્ટેશન તથા એસ.ટી.બસ સ્ટેનશન પાસે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવાનું રેકેટ ચલાવી રહ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે ટ્રાફિક DCP પશ્ચિમ અને મહિલા પોલીસની વિવિધ ટિમ બનાવી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 17 બાળકોને રેસ્ક્યુ કરીને મુક્ત કરવામા આવ્યા છે. જ્યારે બીજા બાળકોને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું રેકેટ સામે આવ્યું, પોલીસે 17 બાળકોને કર્યા મુક્ત - ભીખ મંગાવવાનું રેકેટ
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક સિગ્નલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બાગ-બગીચા જેવી જાહેર જગ્યાઓ પર બાળકો ભીખ માંગતા જોવા મળે છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર 41 જેટલા બાળકો પાસે ભીખ મંગાવવાનું રેકેટ ચાલે છે. જેને પગલે પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરી 17 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
17 બાળકોને ભિક્ષાવૃત્તિમાથી મળી મુક્તિ
પોલીસે 17 બાળકોને મુક્ત કરાવી CWCને સોંપ્યા છે. કેટલાક બાળકોના માતા-પિતા તથા વાલીની પૂછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને બાળક તથા તેમના વાલી પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉપરાંત કોઈ પણ સ્થળે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોય તે અંગેની માહિતી આપવા શહેરના નાગરિકોને પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.