- ગુજરાત યુનિવર્સિટીમાં વેક્સિનેશન સેન્ટર ઉભા કરાયા
- પરીસરમાં 38 રસીકરણ કેન્દ્રો કાર્યરત
- વોક ઈન રજિસ્ટ્રેશન ઉપલબ્દ્ધ છે
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી (Gujarat Universityના વાઇસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી પરીસર (Gujarat University Campus)માં 38 કોરોના રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં દરરોજ સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ- કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સરળતાથી રસી મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા વોક ઇન વેક્સિનેશન (Walk in vaccination)ની સુવિધા ઉપલબ્દ્ધ કરાવવામાં આવી છે. વેક્સિનેશન અર્થે આવતા વિદ્યાર્થી- કર્મચારીઓના વાહન પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરાઇ છે.
કોરોના રસીકરણના પ્રથમ દિવસે 16 હજાર વિદ્યાર્થીઓએ વેક્સિનેશન કરાવ્યું આ પણ વાંચો : ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર કોરોનાની વેક્સિન અપાતા ખેડામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વેક્સિનેશન વધ્યું
12 મેડિકલ ટીમ કાર્યરત
કોરોના રસીકરણ માટે 12 મેડિકલ ટીમને કામગીરી અર્થે તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર કોરોના રસીકરણ ડ્રાઇવ (Corona vaccination drive) આવનારા એક અઠવાડિયા સુધી કાર્યરત રહેશે. સમગ્ર રસીકરણ કાર્યક્રમ સુપેરે થાય, વેક્સિનેટરને કોઇપણ પ્રકારની અગવડ પડે નહીં તે માટે વિવિધ કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરવામાં આવી છે.
કોરોના રસીકરણના પ્રથમ દિવસે 16 હજાર વિદ્યાર્થીઓએ વેક્સિનેશન કરાવ્યું આ પણ વાંચો : Walk In Vaccination Campaign - પ્રથમ દિવસે જ વડોદરામાં વેક્સિન લેવા પહોંચેલા લોકોને પડી હાલાકી
338 કોલેજના 3.45 લાખ વિદ્યાર્થીઓને રસી આપવાનો લક્ષ્યાંક
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 338 કૉલેજના 3.45 લાખ વિદ્યાર્થીઓને કોરોના રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. જે માટે તમામ વિદ્યાર્થીઓના ગુગલ ફોર્મ ભરવામાં આવ્યા છે. જેથી તેમનું વોક ઇન રજિસ્ટ્રેશન (Walk in registration) દ્વારા રસીકરણ કરાવી શકાય.
ગુજરાત યુનિવર્સિટીમાં વેક્સિનેશન સેન્ટર ઉભા કરાયા