અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ રખાયો હતો. જે દરમિયાન શહેરના દરિયાપુર વિસ્તારમાં શુક્રવારે રાત્રે દુઃખદ ઘટના બની હતી. મટકી ફોડ કાર્યક્રમમાં દીવાલનો ભાગ અને ચબૂતરો તૂટી પડતા એક સગીરનું મટકી ફોડવા જતા મૃત્યુ થયું હતું. જન્માષ્ટમીના દિવસે જ પરિવારે પોતાનો કનૈયો ગુમાવી બેસતા સમગ્ર પોળમાં શોકની લાગણી છવાઈ હતી.
અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં ક્યાં બની ઘટના દરિયાપુરમાં આવેલી હનુમાન પોળની લાલાની પોળમાં જન્માષ્ટમીની રાત્રીએ મટકી ફોડનો કાર્યક્રમ રખાયો હતો. પોળના તમામ યુવાનો અને બાળકો ભેગા થઈ હર્ષોલ્લાસ સાથે મટકી ફોડવાના હતાં. હજુ 12 વાગ્યા હતાં અને મટકી ફોડાઈ રહી હતી ત્યારે જ અચાનક એવી ઘટના બની કે પોળમાં હાહાકાર મચી ગયો હતો. અચાનક જ અહીં આવેલો ચબૂતરો તૂટી ગયો હતો અને તેના લીધે મટકી જે ચબૂતરા પર બાંધી હતી તે રસ્સી પણ તૂટી ગઈ. અહીં હાજર યુવાનોમાંથી 15 વર્ષનો દેવ અરવિંદ પઢીયાર જમીન પર પટકાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું દુઃખદ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો Janmashtami 2022 in Bhavnagar શહેરમાં ઠેર ઠેર મટકી ફોડ ઉજવણી સીએમની હાજરીથી ખીલ્યાં ગોવિંદા
દેવ પઢીયારનું નીચે પટકાતાં મોત15 વર્ષીય દેવ પઢીયારના પિતા અરવિંદભાઈ સિલાઈ કામ કરે છે. દેવ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને પોળના બાળકોનો ખાસ મિત્ર હતો. આથી મટકી પણ તે જ ફોડશે તેવું આયોજન થયું હતું. જોકે યોગ્ય આયોજન ન થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. દુર્ઘટનમાં દેવ પઢીયારનું કરુણ મોત થયું છે. દુર્ઘટનામાં દેવના ભાઈને પણ ઇજાઓ થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો પુરુષોને ટક્કર આપે એવી મહિલા મંડળે મટકીને મિનિટોમાં જ ફોડી નાખી
અન્ય લોકોને ઇજાઓ થઇ ત્યારે આ ઘટનામાં બેથી ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. મટકી ફોડમાં નીચે પડી જતા મોત ની ઘટનાને લઈને દરિયાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ પોળમાં તમામ લોકો શોકમગ્ન બન્યા છે. કારણ કે હસતો રમતો અને બોલકણા સ્વભાવના 15 વર્ષીય કિશોરનું તહેવારમાં જ મૃત્યુ થયું છે. પુત્ર ગુમાવનાર માતાપિતા અને ભાઈ ગુમાવનાર નાનો ભાઈ પણ શોકમગ્ન છે.
મટકી જેના આધારે બાંધી હતી એ ચબૂતરો જ તૂટી પડતાં દેવ નીચે પટકાયો હતો Matki Fod program in Ahmedabad, 16 Year Old Dev Padhiyar Death, Death due to falling down in Matki Fod, Janmashtami 2022 in Ahmedabad મટકી ફોડ કાર્યક્રમમાં દેવ પઢીયારનું મોત, અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમ, મટકી ફોડમાં નીચે પડી જતા મોત, અમદાવાદમાં જન્માષ્ટમી 2022