અમદાવાદ: અમદાવાદમાં રવિવારે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં શહેરમાં કોરોનાની પરિસ્થિતિને લઇને સમીક્ષા કર્યા બાદ શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવા 16 વિસ્તારોના ઉમેરણ સાથે અમદાવાદમાં કુલ 229 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા જાહેર - 16 areas included in Ahmedabad containment zones list
અમદાવાદમાં હાલ કોરોના વાઇરસ સંક્રમણને લઇને પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન અંગે નિર્ણય લેવા રવિવારે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શહેરના 8 જેટલા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 16 નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી હાલ શહેરમાં કુલ 229 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન અમલમાં છે.
નવા 16 વિસ્તારોના ઉમેરણ સાથે અમદાવાદમાં કુલ 229 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા જાહેર
શહેરમાં 8 જેટલા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 16 નવા વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં 229 માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર અમલમાં છે.
નવા ઉમેરાયેલા 16 વિસ્તારમાં 3 દક્ષિણ, 3 ઉત્તર-પશ્ચિમ, 5 પશ્ચિમ ઝોન, 2 પૂર્વ વિસ્તાર, 1 ઉત્તર અને 2 દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે.