- સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર સેવા અર્થે ફરજ પર હાજર
- 1,574 નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત
- 403 નર્સિંગ સ્ટાફ સેવાયજ્ઞમાં જોડાયો
અમદાવાદ:સમગ્ર વિશ્વમાં કોરોનારૂપી દૈત્યએ જયારે ભરડો લીધો છે ત્યારે દેવદૂત બનીને સફેદ વસ્ત્રમાં PPE કીટ પહેરીને દર્દીઓની સારવાર માટે યોદ્ધા બનીને અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે. પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ સિસ્ટર્સ એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માનીને નિભાવી રહી છે.
12મી મેના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
સમગ્ર વિશ્વમાં 12મી મેના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોવિડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા હતા. જીવની પરવા કર્યા વિના દર્દીનારાયણને બચાવવા માટે અવિતર સંઘર્ષ કરતા રહ્યા. રાજ્ય, દેશ અને દુનિયાના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ ઘાતક વાયરસથી માનવજાતને બચાવવા માટે મથતા રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ આવતી સંસ્થાઓમાં કુલ-552 મહિલા નર્સો બજાવી રહી છે ફરજ
નિવૃત્તિ બાદ ફરીવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરીવાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે. તેઓ દ્રઢપણે માને છે કે, માનવસેવા માટેનો આ ઉત્તમ અવસર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિદુલાબહેન પટેલે 34 વર્ષની સેવા બાદ 30 એપ્રિલ 2021એ નિવૃત્ત થયા હતા પણ ખરાબ પરિસ્થિતિને પિછાણીને તે સ્વૈચ્છિક રીતે સેવામાં જોડાયા છે. વિદુલાબહેને 1986માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા. ત્રણ દાયકાની કામગીરી બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી.
ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું: વિદુલાબહેન