કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા ક્ષેત્રમાં તેમના શુભેચ્છા સંદેશ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વસ્ત્રાપુર તળાવ પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવ્યો હતો. આ યાત્રા 19મી નવેમ્બરના રોજ ગાંધી આશ્રમ ખાતે સમાપ્ત થશે. જેમાં, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેવાના છે.
અમદાવાદમાં 150 કિમી ગાંધી સંકલ્પ યાત્રાનો થયો પ્રારંભ - Gandhi Sankalp Yatra begins in Ahmedabad
અમદાવાદ: મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યાંકમાં ભાજપ દ્વારા સમગ્ર દેશમાં 'મન મેં બાપુ'ના ભાવ સાથે પદયાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશમાં તમામ લોકસભા વિસ્તારમાં 150 કિલોમીટરની પદયાત્રા યોજી ગાંધી વિચાર અને આદર્શોને ફેલાવવામાં આવશે. જેના ભાગરૂપે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસેથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં 150 કિમી ગાંધી સંકલ્પ યાત્રાનો થયો પ્રારંભ
અમદાવાદ ખાતે યોજાયેલી યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ,સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, સાંસદો, ધારાસભ્યો, મેયર તથા અલગ અલગ વોર્ડના પ્રમુખ- ઉપપ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આ યાત્રા વસ્ત્રાપુર તળાવથી શરૂ કરવામાં આવી હતી અને જોધપુર ગામ ખાતે પૂર્ણ કરવામાં આવશે.