- અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો
- 15 ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ કેર સેન્ટર બનાવ્યા
- કોર્પોરેશને નક્કી કરેલા દરે સારવાર
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 15 ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ હેલ્થ સેન્ટરની પરવાનગી આપી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વધુ 235 બેડ ઉપલબ્ધ કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા દર મુજબ દર્દીઓને સારવાર આપવામાં આવશે અને આ સારવારનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહેશે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો આ પણ વાંચો:વલસાડ સિવિલ હોસ્પિટલમાં 300 જેટલા બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
SVP હોસ્પિટલમાં પણ વધુ 500 બેડ
કોર્પોરેશને SVP હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 500 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવાયા છે. અન્ય રોગની સારવાર લેતા દર્દીઓને રજા અપાય પછી તે બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રાખવા સૂચના આપી દીધી છે.
આ પણ વાંચો:કોરોનાના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ
નીચે મુજબની ખાનગી હોસ્પિટલમાં થશે સારવાર
હેત મેટરનિટીમાં 5 બેડ, પ્રમુખ હોસ્પિટલમાં 14 બેડ, પ્રેરણા ગાયનેક હોસ્પિટલમાં 10 બેડ, શૈવા હોસ્પિટલમાં 35 બેડ, હીના સર્જિકલમાં 10 બેડ, આનંદ મલ્ટી સ્પેશિયાલિટીમાં 14 બેડ, શ્રી ગુજરાત હોસ્પિટલમાં 15 બેડ, સ્પંદન ઈમરજન્સી ક્રિટીકલ કેરમાં 22 બેડ, કિશ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 24 બેડ, ફેમીલી કેર હોસ્પિટલમાં 10 બેડ, ન્યૂ તૃપ્તિ હોસ્પિટલમાં 20 બેડ, મેડિક્યોર હોસ્પિટલમાં 12 બેડ, આયોગ સર્જિકલ હોસ્પિટલમાં 22 બેડ, વિમલ હોસ્પિટલમાં 10 બેડ, તિલક હોસ્પિટલમાં 12 બેડનો સમાવેશ થાય છે. આમ કુલ 235 બેડ ઉપલબ્ધ કરાયા છે.
સારવારના દર નક્કી કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં સારવારના દર નક્કી કરાયા છે. જેમાં આઈસોલેશન વોર્ડમાં રૂપિયા 6,500 અને HDUમાં રૂપિયા 8,000 નિયત કરાયા છે.