ગુજરાત

gujarat

ETV Bharat / city

144th Rathyatra : રથયાત્રા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, મંદિર ટ્રસ્ટી ઝાએ સીએમ રૂપાણીને આમંત્રણ આપ્યું - કોવિડ19

12 જુલાઈના રોજ અમદાવાદમાં જગન્નાથ મંદિરથી 144th Rathyatra બાબતે આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહિંદવિધિ માટેનું આમંત્રણ આપ્યું હતું ત્યારે રાજ્ય સરકારે હજુ સુધી રથયાત્રા નિકળશે કે નહીં નીકળે તે બાબતે સરકારે હજુ સુધી કોઈ જ પ્રકારનું ચોક્કસ નિવેદન નથી કર્યુ.

144th Rathyatra :  રથયાત્રા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, મંદિર ટ્રસ્ટી ઝાએ સીએમ રૂપાણીને આમંત્રણ આપ્યું
144th Rathyatra : રથયાત્રા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, મંદિર ટ્રસ્ટી ઝાએ સીએમ રૂપાણીને આમંત્રણ આપ્યું

By

Published : Jul 5, 2021, 9:19 PM IST

  • અમદાવાદ 144th Rathyatra બાબતે હજુ કોઈ નિર્ણય નહીં
  • સરકારે રથયાત્રા બાબતે સમય પ્રમાણે નિર્ણય કરવાનો આપ્યો જવાબ
  • મંદિર ટ્રસ્ટીએ સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલને આપ્યું આમંત્રણ
  • સરકાર જે નિર્ણય કરે તે મંદિર અનુસરશે

ગાંધીનગર : 12 જુલાઈએ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 144th Rathyatraની પ્રસ્થાનવિધિ માટે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહિંદવિધિ માટેનું આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે હજુ સુધી રથયાત્રા નિકળશે કે નહીં નીકળે તે બાબતે હજુ સુધી કોઈ જ પ્રકારનું ચોક્કસ નિવેદન નથી કર્યુ. જ્યારે સમય પર નિર્ણય લેવાશે તેવી જ જાહેરાત કરી છે ત્યારે હજુ કોઈ નિર્ણય ન હોવા છતાં આજે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા સીએમ વિજય રૂપાણીને પહિંદવિધિ માટે આમંત્રણ પાઠવ્યું હતું.

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહિંદવિધિ માટેનું આમંત્રણ આપ્યું

સરકાર જે નિર્ણય કરશે તે અમે માન્ય રાખીશું

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયા સમક્ષ 144th Rathyatra આ બાબતે નિવેદન આપ્યું હતું કે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા બાબતે જે પણ નિર્ણય લેવામાં આવશે તેનો અમલ મંદિર દ્વારા કરવામાં આવશે. જ્યારે ગયા વર્ષે પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રાની કરવા બાબતે પરમિશન આપી હતી, પરંતુ કોઇ વ્યક્તિએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કર્યા બાદ રથયાત્રા નીકળી ન હતી..

મંદિર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી

ઝાએ વધુમાં જણાવ્યું હતું કે મંદિર તરફથી અથવા બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં જે વિધિઓ થાય છે તે બાબતે પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, અને પહિંદવિધિ, નેત્રોત્સવ, ગજરાજ પૂજન જેવી તમામ ધાર્મિક વિધિ કે જે મંદિર પ્રાંગણમાં થાય છે તે તમામ વિધિ કરવામાં આવશે.

6 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવાનું આયોજન

અમદાવાદ રથયાત્રા બાબતે જો વાત કરવામાં આવે તો સવારે સાત વાગ્યે શરૂ થયેલી રથયાત્રા 7:00 થી અથવા તો આઠ વાગ્યા સુધીમાં નિજમંદિર પરત ફરે છે પરંતુ જે રીતે અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને જગન્નાથ મંદિર દ્વારા 144th Rathyatra છ કલાકમાં જ પૂર્ણ કરવાનું પણ એક આયોજન કરાયું હોવાનું પણ ઉપરથી સામે આવી રહ્યું છે. જેમાં સવારે સાત વાગ્યાથી પહિંદવિધિની પૂજા વિધિ કર્યા બાદ ભગવાનની મૂર્તિને એક ટ્રકમાં બેસાડીને અથવા તો અલગ અલગ ત્રણ રથમાં વધુ ઝડપથી રથયાત્રા બપોરેના 1 વાગ્યાની આસપાસ પૂર્ણ કરવાનું પણ આયોજન કરાયું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details