ગુજરાત

gujarat

ETV Bharat / city

144th Rathyatra: 1992ના તોફાનોમાં અમે દર્શન કરી શક્યાં પરંતુ કોરોનામાં ન કરી શકયાં એનું દુઃખ છે - Corona Pandemic

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા ( 144th Rathyatra ) આજે ભક્તો વગર સંપન્ન પણ થઈ ગઇ છે. ત્યારે કેટલાય ભક્તોને ભગવાનના દર્શન પ્રત્યક્ષ ન થઈ શક્યાં તેનું દુઃખ થયું છે. ખાસ તો ભગવાનના મોસાળ સરસપુર તેમજ કેટલીક જગ્યાએ ઘરઆંગણે બેઠાંબેઠાં દર્શન કરતાં ભકતો આ વર્ષે તે મુજબ દર્શન કરી શક્યાં નથી.

144th Rathyatra: 1992ના તોફાનોમાં અમે દર્શન કરી શક્યાં પરંતુ કોરોનામાં ન કરી શકયાં એનું દુઃખ છે
144th Rathyatra: 1992ના તોફાનોમાં અમે દર્શન કરી શક્યાં પરંતુ કોરોનામાં ન કરી શકયાં એનું દુઃખ છે

By

Published : Jul 12, 2021, 6:04 PM IST

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144th Rathyatra સંપન્ન
  • 50 વર્ષથી ઘરઆંગણે જ ભગવાનની રથયાત્રા નિહાળતાં હતાં ભક્ત
  • છેલ્લાં 50 વર્ષથી જે ખુશી મળતી હતી તે આજે દુઃખમાં પરિણમી

અમદાવાદઃરથયાત્રામાં ( Rathyatra ) ઘરબેઠાં દર્શન કરતાં કેટલાંક ભક્તોમાંથી એક એવા ખમાસા ચાર રસ્તા પાસે રહેતાં સેજલબેને જણાવ્યું કે જ્યારે 1992માં તોફાનો થયાં હતાં ત્યારે પણ અમે રથ પાસે જઈને દર્શન કર્યા હતાં.50 વર્ષથી રથયાત્રાની સાક્ષી છું. રથયાત્રાના દિવસે મારા ઘરે ઘણાં મહેમાનો આવે છે. બાળકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે અને હું જમણવાર પણ રાખું છું. આ ઉપરાંત રથયાત્રામાં જોડાયેલા ભક્તો તેમજ અનેક લોકોની સેવા પણ કરું છું. ત્યારે આજે મને દુઃખ થયું છે કે વર્ષોથી મળતો ઉત્સાહ આ વર્ષની રથયાત્રામાં ( 144th Rathyatra ) ધોવાઈ ગયો. કોરોનાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જે નિર્ણય છે તે યોગ્ય છે પરંતુ અમારામાં એક દુઃખની લાગણી છે. કારણ કે છેલ્લાં 50 વર્ષથી હું ઘરઆંગણે બેઠાં બેઠાં રથયાત્રા નિહાળું છું અને ઘરઆંગણે ભગવાનના રથ પાસે જઈને દર્શન કરું છું. ત્યારે આ વર્ષે અમને રથયાત્રા ( Rathyatra ) પણ નિહાળવા ન મળી અને દર્શન કરવા પણ ન મળ્યાં.

ઘરઆંગણે બેઠાંબેઠાં દર્શન કરતાં ભકતો આ વર્ષે તે મુજબ દર્શન કરી શક્યાં નથી.
દર્શન કરવાની ઇચ્છા રહી અધૂરી

સેજલબહેન જેવા અનેક ભક્તો છે કે જેમના ઘરઆંગણેથી રથયાત્રા ( Rathyatra ) પસાર થાય ત્યારે સહજ અને સરળ દર્શનનો લહાવો મળતો હોય છે. ગઈ સાલ તો રથયાત્રા યોજાઈ જ ન હતી. આ વર્ષે યોજાઈ ખરી ( 144th Rathyatra ) પણ ભક્તોને પ્રત્યક્ષ દર્શન કરવા મળ્યાં નથી. તેથી વરસોથી રથયાત્રા નિહાળતા એક ખુશી અનુભવાતી હતી તે આજે દુઃખમાં પરિણમી છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સાથે માત્ર 4 કલાકમાં જ (144th Rathyatra) નગરચર્યા કરી મંદિરે પરત ફર્યા છે. જ્યારે પહેલાં આખો દિવસ જય જગન્નાથના નાદથી અમદાવાદ ગૂંજી ઉઠતું હતું.

આ પણ વાંચોઃ Exclusive: કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ, અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો

આ પણ વાંચોઃ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પ્રદીપસિંહ અને દિલીપદાસજીએ પ્રજાનો આભાર માન્યો

ABOUT THE AUTHOR

...view details