- દરિયાપુર જીમખાના જુગારધામ મામલો
- PI, PSI સહિત 14 લોકો સસ્પેન્ડ
- ડીજીપી દ્વારા કરાયા સસ્પેન્ડ
અમદાવાદ: શહેરના પોલીસ બેડામાં પોલીસની કાર્યવાહીરૂપે લોકોમાં ઉદાહરણ બેસે તેવી ઘટના સામે આવી છે. ડીજીપી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનાં PI, PSI સહિત કુલ 16ના સ્ટાફને એક જ ધડાકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.જેમાં ગુજરાત પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવાયો છે કે, જ્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં PSI તેેેની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે.
જુગાર રમાઈ રહ્યો હોવાનું આવ્યું સામે
જો કે, મનપસંદ જીમખાના પ્રકરણમાં ખુબ જ મોટી રકમ અને મોટા પ્રમાણમાં જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ડીજીપી દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી.
11 લાખથી વધારેનો મુદ્દામાલ કરાયો હતો કબ્જે
ડીજીપી દ્વારા PI આર.આઇ જાડેજા, ડીસ્ટાફના PSI કે.સી પટેલ અને 14 ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે એક સાથે આટલું મોટુ સસ્પેંશન થતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઇ હતી. જ્યારે દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મનપસંદ જીમખાના નામના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 11 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 180થી વધારે જુગારીઓ પણ ઝડપાયા હતા. જ્યારે પોલીસ દ્વારા 10.99 લાખ રોકડા, 15 વાહનો, 1 રીક્ષા, 145 મોબાઇલ, 15 ફોર વ્હીલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.