ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ - Ahmedabad Corona News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે ટ્રાન્સફર કરાઈ હતી. જોકે, હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી ગઈ છે, જેથી સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ નિર્ણય કર્યો છે કે, 1200 બેડની હોસ્પિટલને સેનેટાઈઝ કરી જંતુમુક્ત કરી અને આજે ભગવાન સત્યનારાયણની કથા કરીને મહિલા અને બાળરોગ મલ્ટી સ્પેશ્યિાલિટી હોસ્પિટલ પૂર્વવત કરાઈ છે. કોરોનાના 70 હજારથી વધુ દર્દીઓએ આ જ હોસ્પિટલમાં સારવાર મેળવી છે.

કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ
કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ

By

Published : Feb 16, 2021, 8:44 PM IST

  • 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ
  • હોસ્પિટલને સંપૂર્ણપણે જંતુરહીત, સેનેટાઇઝ કરવામાં આવી
  • બાળરોગ અને મહિલાની મલ્ટીસ્પેશ્યિાલિટી હોસ્પિટલ શરૂ

અમદાવાદઃ સિવિલ મેડિસીટીમાં આવેલી મહિલા અને બાળ રોગ મલ્ટી સ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. 1200 બેડ હોસ્પિટલને મહિલાઓ અને બાળકોની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા વિધિવત રીતે આરંભ કરાવવામાં આવ્યો છે.

કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ

સામાન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકાઈ

સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતી મહિલાઓ અને બાળકો હવે નિર્ભિકપણે ફરીથી 1200 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે. 1200 બેડ હોસ્પિટલને સંપૂર્ણપણે જંતુરહીત, ઇન્ફેક્શનમુક્ત કરવા સેનેટાઇઝ કરી સાફ-સફાઇ કરાવીને સામાન્ય દર્દીઓની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે.

ડૉકટરોએ સત્યનારાયણની કથા કરી

1200 બેડને કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી હતી. 19 માર્ચ 2020ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જે દર્દીને સિવિલ હોસ્પિટલના ડી-9 આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. દર્દીની સંખ્યામાં વધારો થતા 7 એપ્રિલ 2020ના રોજ 1200 બેડ હોસ્પિટલ કોરોના ડેઝીગન્ટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરીને દર્દીઓની સેવા-શુશ્રુષામાં કાર્યરત કરાવવામાં આવી હતી.

કોરોનાના 70 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી

કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 70 હજારથી વધુ દર્દીઓએ સારવાર મેળવી હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે. વી. મોદીએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતી જોતા હોસ્પિટલને પુન: કાર્યરત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં 200 જેટલા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદા રાખીને અન્ય ભાગને મહિલાઓ અને બાળરોગની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ડૉકટરોએ સત્યનારાયણની કથા કરી

ડૉકટરોએ સત્યનારાયણની કથા કરી

મંગળવારે 1200 બેડ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી તેમજ તમામ વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ અને સફાઇકર્મીઓએ ઉત્સાહપૂર્વક વિધિવત રીતે હોસ્પિટલના શુભારંભ પ્રસંગે જોડાઇ ભગવાન સત્યનારાયણની કથા કરી અને એકજુથ થઈ દર્દીનારાયણની સેવા-શુશ્રુષા સાથે સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details