ગુજરાત

gujarat

અમદાવાદ: માત્ર 3 દિવસમાં 12 આત્મહત્યા કિસ્સા, લોકડાઉન બાદ થયો વધારો

By

Published : Sep 24, 2020, 12:47 PM IST

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં આત્મહત્યાના 12 કેસ સામે આવ્યાં છે. લોકડાઉન બાદ શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે.

Suicide
Suicide

અમદાવાદઃ ભારતમાં દરરોજ સરેરાશ 350થી વધુ લોકો આપઘાત કરે છે અને આપઘાત પાછળનું કારણ પણ અલગ અલગ હોય છે. અમદાવાદમાં માત્ર 3 દિવસમાં 12 આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. લોકડાઉન આવતા જ આર્થિક મંદી આવી છે. જેમાં લોકો બેરોજગાર, આવક ઓછી, ઘરેલુ કંકાસ અને માનસિક તણાવનો શિકાર બન્યા છે. જેના કારણે અંતિમ ઉપાય આપઘાત સમજીને લોકો ખૂબ જ સરળતાથી જીવન ટૂંકાવી દે છે.

આત્મહત્યાનું વધતું પ્રમાણ

શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કારણસર 12 લોકોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. લોકડાઉન બાદ આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધીમાં જ 12 આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે. જે બનાવ શહેરના સોલા,સરખેજ,શાહીબાગ,કૃષ્ણનગર,ઓઢવ,રામોલ,વટવા,દરિયપુર,નિકોલ,નારોલમાં એમ કુલ 12 આત્મહત્યાના બનાવ બન્યા છે.

3 દિવસમાં 12 આત્મહત્યા

આત્મહત્યાના બનાવમાં 2 મહિલાઓ 9 પુરુષ અને 1 સગીરા છે. જે વિસ્તારોમાં બનાવ બન્યા છે ત્યાં મોટા ભાગે મજૂર વર્ગની પ્રજા રહે છે અને મજૂરી કે છૂટક કામ કરીને ગુજરાન ચલાવે છે. એટલે મોટા ભાગના બનાવમાં આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકડામણ સામે આવ્યું છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બનેલા બનાવમાં ઘર કંકાસનું કારણ સામે આવ્યું છે. તો કેસમાં સામાન્ય કારણ જોવા મળે છે.

આત્મહત્યા કરવા માટે મોટા ભાગના કેસોમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું હતું પરંતુ તે સિવાય શરીરને આગ ચાંપી દેવી, ઝેરી દવા પી લેવી અને નદી કે કેનાલમાં છલાંગ લગાવવાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યાના કિસ્સાઓમાં જ્યારે સ્યુસાઇડ નોટ મળી હોય ત્યારે જે વ્યક્તિના કારણથી આપઘાત કર્યો હોય તે વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરીત કરવાનો ગુનો નોંધવામાં આવે છે તો કેટલાક કિસ્સામાં પરિવાર દ્વારા પણ આત્મહત્યા પાછળ કોઈના પર આક્ષેપ કરવામાં આવે છે.

લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં હોવાને કારણે આત્મહત્યાના કિસ્સા ઓછા જોવા મળ્યા હતા. પરંતુ લોકડાઉન બાદ મંદીનો માહોલ જોવા મળ્યો છે જેના કારણે આર્થિક સંકડામણ અને અન્ય કારણથી આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે.

તાજેતરમાં જ બેનલી ઘટનાની વાત કરીએ તો, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવકે 13 દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી લીધી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યું છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી પત્ની અને પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details