ગુજરાત

gujarat

ETV Bharat / city

UKથી આવેલા 1720 પ્રવાસીઓમાંથી 11 પ્રવાસીઓ કોરોના સંક્રમિત - અમદાવાદ લેટેસ્ટ ન્યૂઝ

કોરોના વાઇરસના નવા-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટેના સેમ્પલની ચકાસણી પુના-ગાંધીનગરમાં કરવામાં આવશે અને તેનું પરિણામ 8થી 10 દિવસમાં જાણી શકાશે. બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના UKથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ સરકારની સૂચિકાનું પાલન કરી RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા.

ahmedabad
ahmedabad

By

Published : Dec 27, 2020, 6:53 PM IST

Updated : Dec 27, 2020, 7:13 PM IST

  • રાજ્યમાં UKથી આવેલા 1720 પ્રવાસીઓના RTPCR ટેસ્ટ કરાયા
  • 1720માંથી 11 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • રૂપાણીના પુત્રી-જમાઇએ RTPCR ટેસ્ટ કરાવ્યો

અમદાવાદઃ કોરોના વાઇરસના નવા-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટેના સેમ્પલની ચકાસણી પુના-ગાંધીનગરમાં કરવામાં આવશે અને તેનું પરિણામ 8થી 10 દિવસમાં જાણી શકાશે. બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના UKથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ સરકારની સૂચિકાનું પાલન કરી RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા.

23 ડિસેમ્બરથી UKની ફ્લાઇટ રદ્દ

કોરોના વાઇરસના UK અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા સ્ટ્રેનના પગલે સતર્કતાના ભાગરૂપે ભારત સરકારે એ દેશમાંથી ભારત આવતી તમામ ફ્લાઇટ 23 ડિસેમ્બરથી રદ કરી છે. સાથે જ સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે, આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં આવેલા તમામ પ્રવાસીઓએ સેલ્ફ મોનીટરીંગમાં ફરજિયાત રહેવું પડશે અને બધાએ આઈસોલેશનમાં રહેવું પડશે. આ ઉપરાંત બધા લોકોએ RTPCR ટેસ્ટ ફરજિયાત કરાવવાના રહેશે.

સરકારની ગાઇડલાઈનનું ચુસ્ત પણે પાલન

મહત્વનું છે કે, સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ UK અને યુરોપના દેશોમાંથી આવેલા પ્રવાસીઓના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સાથે જ તારીખ 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં 572 પ્રવાસીઓ UK અને યુરોપથી રાજ્યમાં આવેલા છે. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારસુધીમાં UKથી આવેલા કુલ 1720 પ્રવાસીઓના RTPCR ટેસ્ટ કરાયા છે. જેમાંથી 11 લોકોનો કોરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના નવા-સ્ટ્રેનના લક્ષણોની તપાસ પુના-ગાંધીનગરમાં કરાશે


છેલ્લા થોડા સમય પહેલા જોવા મળેલા કોરોના વાઇરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ..? તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સેમ્પલની તપાસ માટે 8થી 10 દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવારની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.

Last Updated : Dec 27, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details