ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં 104 પોલીસ જવાને કોરોનાને આપી માત, 103 જવાન હજુ સંક્રમિત... - Ahmedabad police news

ગુજરાતમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત જિલ્લો અમદાવાદ છે. આજે અમદાવાદમાં કોરોના સંક્રમિત 104 પોલીસ અધિકારીઓ કોરોનાને માત ઘરે પરત ફર્યા છે. જ્યારે 103 પોલીસકર્મીઓ હજી પણ સારવાર હેઠળ છે.

Etv bharat
gujarat police

By

Published : May 10, 2020, 4:46 PM IST

અમદાવાદઃ શહેર પોલીસ દ્વારા કોરોનાને લઈને સતત લોકડાઉનનું કકડપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોની રક્ષા કરતા પોલીસકર્મી અને અધિકારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 104 પોલીસે કોરોના સામે જંગ જીતી છે. જ્યારે 103 પોલીસ જવાન હજુ કોરોનાથી સંક્રમિત છે.

શહેરના કોટ વિસ્તારમાં શરૂઆતથી જ કોરોનાના પોઝિટિવ કેસ વધુ હોવાથી ત્યાં કરફ્યુની સ્થિતિ છે અને કડક લોકડાઉન રાખી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસકર્મીઓ અનેક લોકોના સંપર્કમાં આવતા હોવાથી તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં કુલ 207 પોલીસકર્મી અને અન્ય ફોર્સના જવાન છે. જેમાંથી 104 પોલીસકર્મી અને અધિકારી સાજા થઇને ઘરે પરત ફર્યા છે, જ્યારે 103 પોલીસકર્મી હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર 13,782 લોકો સામે ગુનો નોંધી 21,779 લોકોની અટકાયત કરી છે. જેમાં જાહેરનામનો ભંગ,એપેડેમીક એક્ટ જેવા અનેક ગુના નોંધાયા છે. આ ઉપરાંત પોલીસ ડ્રોન,સીસીટીવી,પેટ્રોલીંગ,કંટ્રોલ રૂમમાં મળતા મેસેજ અને ફોટો વિડીઓના આધારે કાર્યવાહી કરી રહી છે. પોલોસ દ્વારા હોમ ક્વોરનટાઈન અને સિનિયર સિટીઝનની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. આમ લોકડાઉનનું કડકપણે પાલન પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details