ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘુમા ગામે પરિવારને બંધક બનાવી દાગીના સહિત 1.90 લાખની લૂંટ

અમદાવાદમાં ઘણા સમયથી એક પછી એક ચોરી, લૂંટના બનાવો સામે આવતા જોવા મળી રહ્યા છે, ત્યારે શહેર નજીક ઘુમા ગામમાં રાતના સમયે એક ઘરમાં ઘુસીને સુતેલા પરિવારને ધામ ધમકી આપી સોનાના દાગીના, આઇપેડ, રોકડની લૂંટ ચલાવી હતી. આ બાદ લૂંટારૂઓ દ્વારા પરિવારને ઘરમાં બંધ કરીને નાસી છૂટ્યા હતા.

ઘુમા ગામે પરિવારને બંધક બનાવી દાગીના સહિત 1.90 લાખની લૂંટ
ઘુમા ગામે પરિવારને બંધક બનાવી દાગીના સહિત 1.90 લાખની લૂંટ

By

Published : Aug 1, 2021, 10:38 PM IST

  • ઘુમા ગામ રોડ પર આવેલા ઇસ્કોન ગ્રીન બંગલોઝમાં લૂંટ અને ધાડનો બનાવ
  • પરિવારને રૂમમાં પુરી 1.90 લાખની લૂંટ ચલાવી શખ્સો ફરાર
  • બોપલ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

અમદાવાદ :શહેર અને આસપાસના વિસ્તારોમાં હવે લૂંટારુંઓ બેફામ થઈ ગયા છે, ત્યારે મોડી રાતે હથિયારો સાથે લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. નાઈટ કર્ફ્યૂ હોવા છતાં શહેર અને જિલ્લા પોલીસની કામગીરી સામે ચેલેન્જ ફેંકતી ઘટનાઓ બની છે. અમદાવાદના ઘુમા લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોનગ્રીન બંગલોઝમાં ચુસ્ત સિક્યુરિટી વચ્ચે 5 લૂંટારુંઓએ હથિયાર સાથે ઘૂસીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘરમાંથી તેઓ સોનાના દાગીના, આઇપેડ, રોકડ અને BMW ગાડીની તેમજ ઘરની ચાવી પણ લઈ ગયા હતા.

આ પણ વાંચો:રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર, ગૃહવિભાગ આપ્યા કડક આદેશ

બંગલોઝમાં પાછળના ભાગેથી લૂંટારુંઓ પ્રવેશ્યા

આ ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે PIએ જણાવ્યું હતું કે, બંગલોઝમાં પાછળના ભાગે ખેતરમાંથી લૂંટારુંઓ પ્રવેશ્યા હતા. પાછળના ભાગે કોઈ CCTV પણ નથી, ગેટ આગળ એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ છે. FSl અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. આરોપીઓને પકડવા અંગે તજવીજ ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધી બંગલોઝમાં લાગેલા CCTVની તપાસ શરૂ કરી છે.

4 શખ્સોનો રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ

ઘુમાના લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોનગ્રીન બંગલોઝમાં કિંજલ વેકરિયા પરિવાર સાથે રહે છે. તેના ઘરે રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ દરવાજો ખખડતાં પતિ-પત્ની જાગી ગયા હતા. તેવામાં દરવાજો ખોલતા જ 4 શખ્સોએ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા દંપતીએ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. દંપતી દ્વારા પુછવામાં આવ્યું કે, કોણ છે, તો સામેથી હિન્દીમાં કહ્યું હતું કે, હમ ગુંડે હૈ અગર ચિલ્લાઓગે તો માર દેંગે. આ બાદ કોઈ હથિયાર વડે તેઓએ દરવાજો ખખડાવીને તોડ્યો હતો.

આ પણ વાંચો:રાયપુરમાં ચાલુ કારમાંથી યુવતીને ફેંકીને અજાણ્યો કાર ચાલક ફરાર, અપહરણ અને દુષ્કર્મની આશંકા

પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

આ બાદ શખ્સોએ મોબાઈલ, આઇપેડ, સોનાના દાગીના અને અન્ય વસ્તુઓ લૂટીંને નીકળી ગયા હતા. લુંટારૂઓ ફોન લઈ ગયા હોવાથી કોઈને જાણ કરી શક્યા ન હતા. બાદમાં ગેલેરીમાં જઇ બૂમાબુમ કરતા લોકો ભેગાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના મામલે, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details