ગુજરાત

gujarat

ETV Bharat / city

1.25 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ! - ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ: મતદાન કરવું દરેક નાગરીકનો અધિકાર છે, પરંતુ નોંધણી બાદ પણ શહેરના 1.25 લાખ જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થવા બાબતે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મામલે ગુરૂવારના રોજ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા મામલે ચૂંટણી પંચને વકીલને આવતીકાલ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

ગુજરાત હાઇકોર્ટ

By

Published : Apr 4, 2019, 9:46 PM IST

અમદાવાદ હાઇકોર્ટમાં અરજદાર વતીવકિલ ખેમરાજ કોષ્ટિએ હાઇકોર્ટમાંદલીલ કરી હતી કે, એકવાર વૉટર લિસ્ટ ફાઇનલ થઈ ગયું, ત્યારબાદ મતદારોના નામ એમાંથી કઈ રીતે ગાયબ થઈ શકે છે. તો આ મામલે ચૂંટણીપંચવતી સરકારી વકિલે જવાબમાં રજુઆત કરી કે, હાલ મતદાર યાદીમાં સુધારા વધારાના કામ ચાલી રહ્યાં છે.

આ અંગે વોટર લિસ્ટમાં નામ અપડેટ પણ કરવામાં આવી રહ્યાં છે. અરજદારના આક્ષેપ પાયા વિહોણા હોવાનો દાવો કર્યો હતો. તો હાઇકોર્ટ આ મામલે ચૂંટણી પંચને વકીલને આવતીકાલ સુધી સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

અરજદારનો આક્ષેપ છે, કે ચુંટણી નજીક હોવાથી મતદાન કરવા ઈચ્છતા તમામ લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે જેથી સારા લોક-પ્રતિનિધિની ચુંટણી થઈ શકે.18 વર્ષથી વધુ 1.25 લાખ લોકો જેમણે નોંધણી કરાવી છે. તેમ છતાં મતદાર યાદીમાં નામ સામેલ થયું નથી. કેટલાક લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ મામલે અરજદારનો આક્ષેપ છે, કે લોકો મતદાર યાદીમાં નામા સામેલ કરવાબાબતે ઘણા પ્રયાસ કર્યા છે, તેમ છતાં તેમના નામ સામેલ કરવામાં આવ્યા નથી.

વૉટર્ર કાર્ડમાં નામ કમી, સુધારા, સહિતની પ્રક્રિયા માટે આવેલા 1.25 લાખ ફોર્મનું નિકાલ લાવવામાં આવ્યું છે. પરતું આ લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરાયા નથી. જો કે અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવાઈ રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. અરજદારની માંગ છે. ચુંટણી પંચ અને ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી આ બાબતે ધ્યાન આપે, જેથી કોઈપણ વ્યકિત મતદાનથી વંચિત ન રહે તે માટે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details