નવી દિલ્હીઃ હવે મહિલા રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં પાછળ નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં પણ તેમનો રસ વધી રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2022ના ડિસેમ્બરના અંત સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યા 74.49 લાખ પર પહોંચી ગઈ છે. જે ડિસેમ્બર 2019ના અંતે 46.99 લાખ હતા.
કયા વય જૂથમાં મહિલા રોકાણકારોની ભાગીદારી વધુ છે:એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા અનુસાર, શેરબજાર ફ્લેટ રહેવા છતાં લગભગ 40 લાખ નવા રોકાણકારોએ ગયા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. જેમાંથી લગભગ 28.45 લાખ મહિલા રોકાણકારો 45 વર્ષ કે તેથી વધુ છે. જે કુલ મહિલા રોકાણકારોના લગભગ 35 ટકા છે. તે જ સમયે, 18 થી 24 વર્ષની વય વચ્ચે 2 લાખ 82 હજાર મહિલાઓએ રોકાણ કર્યું છે.
આ પણ વાંચો:GST Commodities Review:ગેસ, તેલ અને ટુથપેસ્ટ જેવી વસ્તુઓ સસ્તી થવાના એંધાણ