નવી દિલ્હી: ભારતની સૌથી મોટી બેંકોમાંની એક HDFC બેંક અને સૌથી મોટી મોર્ટગેજ ધિરાણકર્તા HDFCનું મર્જર થઈ ગયું છે. જે આજથી એટલે કે 1લી જુલાઈથી લાગુ થશે. આનો અર્થ એ થયો કે HDFC લિમિટેડની સેવાઓ HDFC બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો HDFC બેંકની શાખામાં લોન, બેંકિંગ સહિતની અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ મર્જર સાથે HDFC બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન (કંપનીનું માર્કેટ વેલ્યુ) વધીને 14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
HDFCના કર્મચારીઓનું શું થશે: આ બધાની વચ્ચે એક એવો સવાલ જે દરેક સામાન્ય માણસના મનમાં આવશે તે એ છે કે આ મર્જર પછી HDFC લિમિટેડના કર્મચારીઓનું શું થશે... શું તેમની છટણી કરવામાં આવશે? આ અંગે અધિકારીઓનું કહેવું છે કે HDFC બેન્ક હાઉસિંગ ફાઇનાન્સિંગ સિવાયની અન્ય તમામ બેન્કિંગ પ્રવૃત્તિઓ કરતી હતી અને બીજી તરફ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં સૌથી મોટા ધિરાણકર્તા તરીકે HDFC લિમિટેડ તેના પર માસ્ટરી ધરાવે છે. તેથી એચડીએફસી બેંકને એચડીએફસી લિમિટેડના કર્મચારીઓની જરૂર પડશે કારણ કે બેંકને મોર્ટગેજ વ્યવસાયનો અનુભવ નથી.
શેરધારકોનું શું થશે?:સૂત્રોના જણાવ્યા અનુસાર, HDFC લિમિટેડ અને HDFC બેંક બંને દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે HDFC બેંક કામચલાઉ તારીખો અનુસાર સૂચિત જોડાણને પૂર્ણ કરવા માટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે કામ કરશે. આ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ, HDFCના શેરધારકોને HDFC બેંકના 25ને બદલે 42 શેર ફાળવવામાં આવશે, જે 13 જુલાઈ, 2023ના રોજ આપવામાં આવશે.
બેન્કિંગ જાયન્ટ HDFCનો ઇતિહાસ: હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડની સ્થાપના 1997માં દિપક પારેખ દ્વારા કરવામાં આવી હતી. આના બે દાયકા પછી, જ્યારે ખાનગી ક્ષેત્ર માટે બેંકિંગ ક્ષેત્ર શરૂ થયું, ત્યારે HDFC બેંકની સ્થાપના કરવામાં આવી. HDFC બેંકની દેશભરમાં 6,300 થી વધુ શાખાઓ છે, HDFC લિમિટેડની 460 થી વધુ ઓફિસો છે. મર્જર પછી, એચડીએફસી લિમિટેડની તમામ શાખાઓ એચડીએફસી બેંકની શાખાઓમાં રૂપાંતરિત થશે અને નવી એન્ટિટી પાસે લગભગ 6,700 શાખાઓ અને 18,000 થી વધુ એટીએમનું વિશાળ નેટવર્ક હશે. આ સાથે બેંકના 12 કરોડ ગ્રાહકો હશે.
વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની: આ મર્જર સાથે બેંકિંગ સેક્ટરમાં એક નવો ઈતિહાસ સર્જાયો છે. એવું પહેલીવાર બન્યું છે કે વિશ્વની પાંચ સૌથી મૂલ્યવાન બેંકોમાં કોઈપણ ભારતીય બેંકનો સમાવેશ કરવામાં આવ્યો હોય. એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર બાદ તેનું મૂલ્યાંકન વધીને 14 લાખ કરોડ થઈ ગયું છે અને તે વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની ગઈ છે.
- Rules Change from July 2023 : 1 જુલાઈથી બદલાયા આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
- HDFC લિમિટેડનું અસ્તિત્વ પુરુ થઈ ગયું, HDFC શેરધારકોને HDFC બેંકના 42 શેર 25માં મળશે