નવી દિલ્હી :જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં આર્થિક જગતમાં ચર્ચા માત્ર બજેટની જ છે, પરંતુ સામાન્ય બજેટની રજૂઆત પહેલા સંસદમાં અન્ય દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે. આ દસ્તાવેજને આર્થિક સર્વે કહે છે. હવે શું છે આર્થિક સર્વે? કોણ બનાવે છે અને તેનો બજેટ સાથે શું સંબંધ છે? બજેટ પહેલા શા માટે રજૂ કરવામાં આવે છે? આ તમામ સવાલોના જવાબ તમે આ રિપોર્ટમાં જાણી શકશો.
શું છે ઈકોનોમિક સર્વે : ઈકોનોમિક સર્વે 2022 એ એક વર્ષમાં દેશના આર્થિક વિકાસનો વાર્ષિક હિસાબ છે. જેના આધારે અંદાજ લગાવવામાં આવે છે કે છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા કેવી હતી. આર્થિક સર્વે એ નાણાકીય સર્વે છે. જેમાં અર્થતંત્રના આર્થિક ચિત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં, આવક અને ખર્ચ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સરકારે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે વિશે એક લેખ લખવામાં આવ્યો છે. આર્થિક સર્વેના આધારે અંદાજ લગાવવામાં આવે છે કે છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા કેવી રહી છે, કયા મોરચે તેને ફાયદો થયો છે અને ક્યાં નુકસાન થયું છે. આર્થિક વિકાસની સમીક્ષા કરવામાં આવે છે. આ માટે વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગો કૃષિ, વિવિધ ઉત્પાદન, રોજગાર, ફુગાવો અને નિકાસ જેવા ડેટા લેવામાં આવે છે.
આ પણ વાંચો :Cow Dung For CNG Cars: ગાયના છાણમાંથી ચાલશે CNG કાર, કંપનીએ આ ભારતીય એજન્સી સાથે મિલાવ્યો હાથ