ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 269.57 પોઈન્ટ અનેનિફ્ટી (Nifty) 83.10 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત
Share Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત

By

Published : Jul 11, 2022, 10:04 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 269.57 પોઈન્ટ (0.49 ટકા)ના ઘટાડા સાથે 54,212.27ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 83.10 પોઈન્ટ (0.51 ટકા) તૂટીને 16,137.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃપેન્શનધારકોને લઈને EPFOનો મોટો નિર્ણય, બધાને એકસાથે મળશે લાભ

આજે આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે -હિમાદ્રી સ્પેશિયાલિટી (Himadri Speciality), હિન્દુસ્તાન એરોનોટિક્સ (Hindustan Aeronautics), તાતા મોટર્સ (Tata Motors), ઈન્ડિગો (Indigo), અરવિંદો ફાર્મા (Aurobindo Pharma), માર્કસન્સ ફાર્મા (Marksans Pharma), ઝાયડસ લાઈફ (Zydus Life), સીસીએલ (CCL), લેમન ટ્રી (Lemon Tree).

આ પણ વાંચોઃવ્યાજદર વધતા લોન લેવામાં આટલું ધ્યાન રાખજો, EMI બોજ નહીં લાગે

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 105.50 પોઈન્ટ ગગડ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.02 ટકાના ઉછાળા સાથે 26,787ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.06 ટકાનો સામાન્ય ઉછાળો આવ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 0.61 ટકાના ઘટાડા સાથે 14,376.38ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.49 ટકાના ઘટાડા સાથે 21,185.13ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પી 0.08 ટકા તૂટ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.28 ટકાના ઘટાડા સાથે 3,313.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details