અમદાવાદરાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ પર.
શાકભાજી સાથે કઠોળની સ્થિતિરાજ્યમાં શાકભાજી સાથે કઠોળના ભાવમાં ધીમે ધીમે વધારો જતો જોવા મળે છે. સ્વાભાવિક છે કે, શિયાળાની શરૂઆતમાં મેથી, કોથમરી, કોબીજ સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. બીજી તરફ ખેડૂતોમાં પણ શિયાળામાં કેટલાક વિસ્તારમાં કઠોળનું વાવેતર કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ વર્ષે મગફળીના ભાવ સારા મળતા ખેડૂત આલમમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.