નવી દિલ્હી: NPCI એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા પેમેન્ટ કરનારાઓને મોટો ઝટકો આપ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 24 માર્ચ, 2023 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જે મુજબ, નવા નાણાકીય વર્ષની 1 એપ્રિલથી, UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે 1.1 ટકા PPI ચાર્જ ચૂકવવો પડશે.
NPCI એ એક પરિપત્ર જારી કર્યોઃ વિશ્વ ડિજિટલ બનતા હવે મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ એટલે કે, મોબાઈલ પેમેન્ટને મહત્વ આપે છે. દરેક નાની-મોટી દુકાનમાં તેની હાજરી તેને વધુ લોકપ્રિય બનાવે છે. પરંતુ 1 એપ્રિલથી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ કરવા પર તમારે તમારું ખિસ્સું વધુ ઢીલું કરવું પડશે. NPCI એ એક પરિપત્ર જારી કર્યો છે જેમાં UPI દ્વારા રૂ. 2,000 થી વધુના વ્યવહારો પર 1.1% પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કર્યું છે.
આ પણ વાંચોઃEPFO: કર્મચારીઓને મળતા પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરોમાં વધારો, જાણો કોને થશે ફાયદો