ગુજરાત

gujarat

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સોમવારથી નાગાલેન્ડની મુલાકાતે

By

Published : Aug 22, 2022, 2:54 PM IST

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજથી નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાતે છે. તેઓ અહીં કોર્પોરેટ સામાજિક જવાબદારી અને રોકાણ પર રાજ્ય સરકારની પ્રથમ કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. Three day visit to Nagaland, Corporate Social Responsibility and Investment, Union Finance Minister Nirmala Sitharaman.

Etv Bharatકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારથી નાગાલેન્ડની મુલાકાતે
Etv Bharaકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારથી નાગાલેન્ડની મુલાકાતેt

કોહિમા: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સોમવારથી નાગાલેન્ડની ત્રણ દિવસીય (Three day visit to Nagaland) મુલાકાતે છે. તેઓ અહીં કોર્પોરેટ સામાજિક જવાબદારી અને રોકાણ (Corporate Social Responsibility and Investment) પર રાજ્ય સરકારની પ્રથમ કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, નાગાલેન્ડ બેપ્ટિસ્ટ ચર્ચ કાઉન્સિલ કન્વેન્શન સેન્ટર ખાતે સોમવારે સાંજે 4 વાગ્યે મુખ્યપ્રધાન નેફિયુ રિયોની હાજરીમાં નાણાપ્રધાન CSR અને રોકાણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો Share Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત

રોકાણકારો બેઠક:અધિકારીએ કહ્યું કે, સીતારમણ નાગાલેન્ડ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણકારો અને બેંકરોની બેઠકમાં પણ ભાગ લેશે. કોન્ફરન્સ દરમિયાન તેઓ કોર્પોરેટ ગૃહો અને ઉદ્યોગોના વિવિધ સીએસઆર પ્રોજેક્ટ્સની જાહેરાત કરે તેવી શક્યતા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાંથી 100 થી વધુ કોર્પોરેટ પ્રતિનિધિઓ અને રોકાણકારોએ ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમમાં તેમની સહભાગિતાની પુષ્ટિ કરી છે અને આ સમયગાળા દરમિયાન રૂપિયા 160 કરોડનું CSR ભંડોળ અપેક્ષિત છે.

આ પણ વાંચો જાણો દેવાની જાળમાંથી બહાર નિકળવાની શ્રેષ્ઠ રીત

એક્સિસ બેંક શાખાનું ઉદ્ઘાટનસીતારમણ મંગળવારે રાજ્યના દૂરના સોમ જિલ્લામાં પ્રથમ એક્સિસ બેંક શાખાનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય પ્રધાન બુધવારે દિલ્હી જતા પહેલા ચુમુકેડીમા ખાતે નાગાલેન્ડના વેપારી સમુદાય સાથે બેઠક પણ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં ભાગ લેનાર નાગરિક સંગઠનો રોકાણકારોને આકર્ષવા માટે 400 થી વધુ પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત કરશે, જે મોટાભાગે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કોન્ફરન્સ અગાઉ 4 અને 5 જુલાઈએ યોજાવાની હતી, પરંતુ તે સમયે કેન્દ્રીય પ્રધાન રાજ્યની મુલાકાત લઈ શક્યા ન હોવાથી તે મોકૂફ રાખવામાં આવી હતી. Three day visit to Nagaland, Corporate Social Responsibility and Investment, Union Finance Minister Nirmala Sitharaman.

ABOUT THE AUTHOR

...view details