નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી ઘોંચમાં પડેલી ટેસ્લાની ટ્વવીટર ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોય એવા એંધાણ છે. હવે જો સોદો નહીં થાય તો એલોનને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એ પણ કોઈ નાની મોટી રકમ સાથે નહીં પણ કરોડો રૂપિયા દંડ સાથે. ટ્વિટરનું 44 ડોલર બિલિયનનો કેસ પૂરો કરવો પડશે. અથવા શુક્રવારે ટ્રાયલનો સામનો (Musk will face lawsuit) કરવો પડશે. મસ્ક એપ્રિલમાં ટ્વીટરને 54.20 ડોલર પ્રતિ બાકી શેરમાં ખરીદવા સંમત થયા હતા. પછી થોડા અઠવાડિયા પછી, તેમણે સોદો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
17 ઓક્ટોબરે ટ્રાયલ શરૂ:શરૂઆતમાં પ્લેટફોર્મ પર બૉટ્સના વિસ્તાર (એક્સપાન્સન) અંગે ચિંતા વ્યક્ત કરી અને બાદમાં કંપનીના વ્હિસલબ્લોઅરના દાવાને સોદો રદ કરવાના કારણો તરીકે ઉમેર્યો. ટ્વિટરે તેના પર એક્વિઝિશન ડીલ તોડવા બદલ કેસ કર્યો હતો. તારીખ 17 ઓક્ટોબરે ટ્રાયલ શરૂ થવાની હતી ત્યારે મસ્કે ટ્વિટરને જણાવ્યું હતું કે, તે મૂળ સંમત ભાવે સોદો બંધ કરવા તૈયાર છે. કેસની દેખરેખ રાખતા ન્યાયાધીશ, ડેલવેયર ચાન્સરી કોર્ટના ચાન્સેલર કેથલીન સેન્ટ જ્યુડ મેકકોર્મિકે બંને પક્ષોને સોદો પૂર્ણ કરવા અથવા નવેમ્બરમાં ટ્રાયલનો સામનો કરવા તારીખ 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. મુકદ્દમાને હોલ્ડ પર રાખવામાં આવ્યા પછીના અઠવાડિયામાં, ટ્વિટરે સોદો બંધ કરવા માટે પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે.
ચૂકવણી કરવાનું સ્વીકાર્યું:કંપનીએ સોદો પૂર્ણ થવાની અપેક્ષાએ કર્મચારીઓના સ્ટોક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા હતા. જેના કારણે હવે કર્મચારીઓ પર નોકરીનું જોખમ ઊભું થયું છે. બની શકે છે કે, કર્મચારીઓ પણ કાયદાના કેસથી પીડા ભોગવી શકે છે. આ ઉપરાંત મસ્ક અને ટ્વિટર બંનેના વકીલો સોદો પૂર્ણ કરવા માટે કાગળની તૈયારી કરી રહ્યા હતા, બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. મસ્કે ટેસ્લાના શેરધારકોને કહ્યું કે, તે ટ્વિટર વિશે ઉત્તેજિત છે. તેમણે તેના માટે સ્પષ્ટપણે વધુ ચૂકવણી કરવાનું પણ સ્વીકાર્યું.
શેરની કિંમતમાં ઘટાડો: હવે મસ્ક આ ડીલ માટે ભંડોળ કેવી રીતે એકત્ર કરશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અત્યાર સુધી જોવામાં આવ્યું છે તેમ, મસ્ક સોદા માટે દેવું અને ઇક્વિટી ધિરાણના મિશ્રણ તરફ વળ્યા છે. પોતાના પૈસાનું રોકાણ કરવા ઉપરાંત, તે અપેક્ષા રાખે છે કે, ટેસ્લાના શેરના વેચાણમાંથી મળેલી રકમ સોદો બંધ કરવામાં મદદ કરશે. પરંતુ કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે, મસ્કને સોદો પૂર્ણ કરવાની અપેક્ષા કરતાં અબજો ડોલર વધુ ટેસ્લા (TSLA) શેર વેચવાની જરૂર પડી શકે છે. કારણ કે કાર નિર્માતા કંપની ટેસ્લાનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, તેના શેરની કિંમતમાં ઘટાડો થયો છે.