અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 372.46 પોઈન્ટ (0.69 ટકા)ના ઘટાડા સાથે 53,514.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 91.65 પોઈન્ટ (0.57 ટકા) તૂટીને 15,966.65ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. તેમ છતાં આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) મંદી જોવા મળી છે.
આ પણ વાંચો-RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે