અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 405.99 પોઈન્ટ (0.79 ટકા)ના વધારા સાથે 52,003.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 117.30 પોઈન્ટ (0.76 ટકા)ની મજબૂતી સાથે 15,467.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો
વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 0.40 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.76 ટકાના ઉછાળા સાથે 26,225.15ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.70 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. આ સિવાય તાઈવાનનું બજાર 1.63 ટકાના વધારા સાથે 15,617.69ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો હેંગસેંગ 0.99 ટકાના ઉછાળા સાથે 21,374.25ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.37 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. શાંઘાઈ કોમ્પોઝિટ 0.06 ટકાના ઘટાડા સાથે 3,313.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-ભારતીય ફોરેક્સ રિઝર્વમાં 306 મિલિયન ડોલર ઘટીને ડોલર 601 બિલિયન ડોલરનો થયો ઘટાડો
ગઈકાલની બજારની સ્થિતિ -ગઈકાલે (સોમવારે) દિવસભરના વેપાર દરમિયાન બજાર પોઝિટિવ ઝોનમાં આવતું દેખાયું હતું. જ્યારે સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. તો FMCG, IT અને HDFC ટ્વિન્સના બજારને મદદ મળી હતી. તો યુરોપિયન બજારમાં આવેલી રેલી પછી દલાલ સ્ટ્રિટમાં પણ જોશ જોવા મળ્યો હતો. છેલ્લા 6 વેપારી સત્રમાં સેન્સેક્સ-નિફ્ટી લગભગ 7 ટકા તૂટી ચૂક્યા હતા.