ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market Today : ગો ફર્સ્ટની નાદારીની અરજીથી શેરબજારમાં બેંક શેરોમાં ગાબડું, એરલાઈન્સ સ્ટોકમાં તેજી - સેન્સેક્સ

શેરબજારમાં એકતરફી તેજી પછી આજે સાંકડી વધઘટમાં અથડાઈને નરમ બંધ થયું હતું. આજે સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. ગોફર્સ્ટ એરલાઈન્સે નાદારી નોંધાવવા અરજી કરી હોવાના સમાચારની નેગેટિવ અસર પડી હતી, જેને કારણે બેંક શેરોમાં વેચવાલીથી આવી હતી. જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

Stock Market Today : ગો ફર્સ્ટની નાદારીની અરજીથી શેરબજારમાં બેંક શેરોમાં ગાબડું, એરલાઈન્સ સ્ટોકમાં તેજી
Stock Market Today : ગો ફર્સ્ટની નાદારીની અરજીથી શેરબજારમાં બેંક શેરોમાં ગાબડું, એરલાઈન્સ સ્ટોકમાં તેજી

By

Published : May 3, 2023, 5:32 PM IST

અમદાવાદ : શેરબજારમાં એકતરફી તેજી પછી આજે સાંકડી વધઘટમાં અથડાઈને નરમ બંધ થયું હતું. વીકલી એક્સપાયરી આવતી હોવાથી બ્લૂચિપ શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. પરિણામે સેન્સેક્સ 161.41 ઘટી 61,193.30 બંધ થયો હતો. નિફટી ઈન્ડેક્સ 57.80 ઘટી 18,089.85 બંધ થયો હતો.

એકતરફી તેજી : શેરબજારમાં છેલ્લા એક મહિનાથી એકતરફી તેજીની આગેકૂચ રહી છે. જો કે આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને બજારમાં સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. ગોફર્સ્ટ એરલાઈન્સે નાદારી નોંધાવવા અરજી કરી હોવાના સમાચારની નેગેટિવ અસર પડી હતી, જેને કારણે બેંક શેરોમાં વેચવાલીથી આવી હતી. જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

આ પણ વાંચો Show Cause Notice To Go First: DGCAએ ફ્લાઈટ કેન્સલેશન માટે GoFirstને કારણદર્શક નોટિસ જારી કરી

અમેરિકાના ફેડ રેટ પર નજર : કંપનીઓના માર્ચ આખરના પરિણામ પ્રોત્સાહક આવી રહ્યા છે, જેથી શેરબજારનું માનસ તેજીનું થઈ ગયું છે. જો કે ઊંચા મથાળે એફઆઈઆઈ અને તેજીવાળા ખેલાડીઓની વેચવાલી આવી હતી, જેથી આજે બજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. અને સાંકડી વધઘટમાં અથડાયું હતું. અમેરિકાની ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં વધારો કરશે, એવા અહેવાલો વચ્ચે સાવચેતી રખાતી હતી. અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી અટકાવીને નફો બુક કર્યો હતો.

ગો ફર્સ્ટની નાદારીની અરજીની અસર : ગો ફર્સ્ટ એરલાઈન દ્વારા નાદારીની અરજી દાખલ કર્યાના સમાચાર પાછળ બેંકોમાં જોરદાર વેચવાલી ફરી હતી. ગો ફર્સ્ટને જે બેંકોએ ધિરાણ કર્યું હતું તે તમામ બેંકોના શેરમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. તો બીજી તરફ એરલાઈન્સની અન્ય કંપનીઓના શેરમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. ઈન્ટરગ્લોબ એવિએશન(ઈન્ડિગો) 52 સપ્તાહની ટોચ પર હતો. સ્પાઈસજેટના શેરમાં સારીએવી તેજી જોવા મળી હતી. જેટ એરવેઝમાં અપર સર્કિટ લાગી હતી.

સેન્સેક્સ 161 પોઈન્ટ ઘટ્યો : બીએસઈ સેન્સેક્સ આગલા બંધ 61,354.71ની સામે આજે સવારે 61,274.96ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. અને ત્યાંથી ઘટી 61,024.44 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ઘટ્યા મથાળેથી સુધરી 61,193.30 બંધ થયો હતો. તેમ છતાં તે 161.41(0.26 ટકા) ઘટ્યો હતો.

આ પણ વાંચો Gold Silver Sensex News: સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો, શેરબજારમાં તેજી ચાલુ

નિફટી 57.80 ઘટ્યો : એનએસઈ નિફટી આગલા બંધ 18,147.65ની સામે આજે સવારે 18,113.80 નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. જે શરૂમાં સામાન્ય વધી 18,116.35 થઈ અને ત્યાંથી ઘટી 18,042.40 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 18,089.85 બંધ થયો હતો. જે 57.80(0.32 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સૌથી વધુ ઊંચકાયેલા શેર : હિન્દુસ્તાન લીવર(1.42 ટકા), એશિયન પેઈન્ટ્સ(1.02 ટકા), તાતા મોટર્સ(0.76 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ(0.70 ટકા) અને આઈટીસી(0.66 ટકા) સૌથી વધુ ઊંચકાયા હતા.

સૌથી વધુ ગગડેલા શેર : ભારતી એરટેલ(1.54 ટકા), ટેક મહિન્દ્રા(1.46 ટકા), એક્સિસ બેંક(1.22 ટકા), ટીસીએસ(1.21 ટકા) અને લાર્સન(1.16 ટકા) ગગડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details