અમદાવાદભારતીય ઇક્વિટી માર્કેટ 27 જાન્યુઆરીએ સંપૂર્ણ રીતે ટૂંકા ટ્રાન્સફર સાઇકલમાં શિફ્ટ થશે, જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. આ નિયમની અમલવારી પછી વેપાર સમાપ્ત થયાના 24 કલાકની અંદર વિક્રેતા અને ખરીદનારના ખાતામાં નાણાં પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ સ્ટોક વેચો છો. તો 24 કલાકની અંદર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. તમામ લાર્જ કેપ અને બ્લુ ચિપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરશે.
આ પણ વાંચોBudget 2023: રેલવેને બજેટમાંથી અપેક્ષા, 500 વંદે ભારત ટ્રેનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માગ
27મીથી થશે ફેરફાર હાલમાં બજારમાં T+2 સિસ્ટમ લાગુ છે. આના કારણે ખાતામાં પૈસા પહોંચતા 48 કલાકનો સમય લાગે છે. તો શેરબજારમાં T+2 નિયમ 2003થી લાગુ છે. 27 જાન્યુઆરી 2023થી તેમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારોને વધુ ઝડપથી ફંડ અને શેર બહાર પાડીને વધુ ટ્રેડિંગ કરવાનો વિકલ્પ આપશે.
આ પણ વાંચોStock Market India છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 236 પોઈન્ટ તૂટ્યો
સેટલમેન્ટ ચક્ર સેટલમેન્ટ ચક્ર ત્યારે જ પૂર્ણ થાય છે. જ્યારે ખરીદદાર દ્વારા શેર પ્રાપ્ત થાય અને ખરીદદારો દ્વારા નાણાં પ્રાપ્ત થાય. ભારતમાં સેટલમેન્ટ પ્રક્રિયા હજી પણ T+2 રોલિંગ સેટલમેન્ટ નિયમ પર આધારિત છે. T+1 નિયમોના અમલીકરણ સાથે બજારમાં તરલતામાં વધારો થશે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો. તો દેખીતી રીતે તમારી પાસે ડિમેટ ખાતું હશે. હાલમાં જો તમે કોઈ શેર ખરીદો છો, તો તે બે દિવસ પછી તમારા ખાતામાં જમા થાય છે. કારણ કે હાલમાં T+2 નિયમ લાગુ છે. T+1 શાસન લાગુ થયા પછી તે જ દિવસે તમારા ખાતામાં શેર જમા કરવામાં આવશે.
24 કલાકમાં ખાતામાં આવશે પૈસાબીજી તરફ જો તમે શેર વેચો છો. તો તેના પૈસા પણ 24 કલાકની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે. આ નિયમ લાગુ થયા બાદ બજારમાં વધુ રોકડ ઉપલબ્ધ થશે. બજારના નિષ્ણાતો માને છે કે, વધુ રોકડની ઉપલબ્ધતાને કારણે રોકાણકારો મોટી માત્રામાં ખરીદી અને વેચાણ કરી શકશે, જેના કારણે બજારનું પ્રમાણ વધશે.
2 દાયકા બાદ નવી સિસ્ટમ તો આ તરફ કેટલાક બજારોના નિષ્ણાતો પણ કહે છે કે, T+1 સિસ્ટમ લાગુ થવાના કારણે બજારમાં વોલેટિલિટી વધવાની શક્યતા છે. કારણ કે, સેબીનું આ પગલું કોર્પોરેટ અને એફઆઈઆઈ, ડીઆઈઆઈ જેવા વધુ અને મોટા રોકાણકારોને વધુ તરલતા પ્રદાન કરી શકે છે. આ માર્જિનની જરૂરિયાતો ઘટાડી શકે છે, જેના કારણે શેરબજારમાં અસ્થિરતા વધી શકે છે. જોકે, તેમનું કહેવું છે કે નાના રોકાણકારો પર તેની બહુ અસર થવાની નથી. ભારતીય શેરબજારમાં 1 એપ્રિલ, 2003ના રોજ સેટલમેન્ટ સિસ્ટમ T+2 થી T+3 માં બદલાઈ હતી. આ પરિવર્તનના બે દાયકા બાદ હવે T+1 સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે.