અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Market News) 334.88 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 60,491.34ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Market News) 102.10 પોઈન્ટ (0.56 ટકા) તૂટીને 18,025.20ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
stock market market છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 334 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Market News) 334.88 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Market News) 102.10 પોઈન્ટ તૂટીને વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries), રેલ વિકાસ નિગમ (Rail Vikas Nigam), લેન્ડમાર્ક કાર્સ (Landmark Cars), સુલા વિન્યાર્ડ્સ (Sula Vineyards).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 92 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.12 ટકાના ઘટાડા સાથે 26,210.69ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.49 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તાઈવાનનું બજાર 1.22 ટકાના ઘટાડા સાથે 14,267.18ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.13 ટકાના ઘટાડા સાથે 19,653.69ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 1.76 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.17 ટકાના ઘટાડા સાથે 3,059.61ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.