ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India પહેલા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 45 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 45.49 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 11.95 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો.

Stock Market India પહેલા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 45 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India પહેલા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 45 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 19, 2022, 9:49 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 45.49 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 61,383.30ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 11.95 પોઈન્ટ (0.07 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 18,280.95ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો,

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેતાતા મોટર્સ (Tata Motors), આઈટી સેક્ટર્સ (IT Sectors), જીએમઆર એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (GMR Airports Infrastructure), તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ (Tilaknagar Industries), ફિનિક્સ મિલ્સ (Phoenix Mills), ટેક મહિન્દ્રા (Tech Mahindra), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), સન ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ (Sun Pharmaceutical Industries).

વૈશ્વિક બજારની સ્થિતિએશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી 11.50 પોઈન્ટના વધારા સાથે 18,329.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 287 પોઈન્ટના ઘટાડા સાથે 27,240.06ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. ઉપરાંત હેંગસેંગ 89.05 પોઈન્ટના ઘટાડા સાથે 19,361.62ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ એસ એન્ડ પી 43.39 પોઈન્ટના ઘટાડા સાથે 3,852.36ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details