અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 289.87 પોઈન્ટ (0.47 ટકા)ના વધારા સાથે 61,992.16ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 67.40 પોઈન્ટ (0.37 ટકા)ના ઉછાળા સાથે 18,452.70ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
Stock Market India શેરબજારની ફરી તેજી, સેન્સેક્સ 62000ની નજીક પહોંચ્યો
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 289.87 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 67.40 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેડાબર ઇન્ડિયા (Dabur India), ગેલ ઇન્ડિયા (GAIL India), ભારતી એરટેલ (Bharti Airtel), શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જી (Shyam Metalics and Energy), રાજપલયમ મિલ્સ (Rajapalayam Mills).
વૈશ્વિક બજારની સ્થિતિએશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 76 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.22 ટકાના ઘટાડા સાથે 26,508.73ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.01 ટકાના સામાન્ય ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાઈવાનનું બજાર 0.67 ટકાના વધારા સાથે 14,265.55ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.41 ટકાના વધારા સાથે 19,172.22ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ઉપરાંત કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.31 ટકાના વધારા સાથે 3,083.28ના સ્તર પર જોવા મળી રહ્યો છે.