ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત છતાં સેન્સેક્સ 62000ને પાર

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 69.36 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 15.45 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો હતો.

Stock Market India છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત છતાં સેન્સેક્સ 62000ને પાર
Stock Market India છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત છતાં સેન્સેક્સ 62000ને પાર

By

Published : Nov 25, 2022, 9:33 AM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 69.36 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 62,203.32ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 15.45 પોઈન્ટ (0.09 ટકા)ના ઘટાડા સાથે 18,467.70ના સ્તર પર જોવા મળી રહ્યો હતો.

વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 35.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.34 ટકાના ઘટાડા સાથે 28,286.94ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.49 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર ફ્લેટ વેપાર કરી રહ્યું છે. ઉપરાંત હેંગસેંગ 0.91 ટકાના ઘટાડા સાથે 17,499.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.28 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.42 ટકાના વધારા સાથે 3,102.37ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેબાયકોન (Biocon), લ્યૂપિન (Lupin), પીએનબી (PNB), પીવીઆર (PVR), વેરાન્દા લર્નિંગ (Veranda Learning), લૌરાસ લેબ્સ (Lauras Labs), ઓરિએન્ટલ હોટેલ્સ (Oriental Hotels), ઓએનજીસી (ONGC), એસબીઆઈ (SBI).

ABOUT THE AUTHOR

...view details