અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 104.47 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 59,982.44ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 33 પોઈન્ટ (0.19 ટકા)ની નબળાઈ સાથે 17,888ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ પણ વાંચોઆરોગ્ય વીમા પૉલિસીનો દાવો કેવી રીતે કરવો આ વિશે જાણો જરૂરથી
આ શેર્સ પર રહેશે નજરઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and Special Economic Zone), પીસી જ્વેલર (PC Jeweller), ઉત્તમ સુગર મિલ્સ (Uttam Sugar Mills), તાતા મોટર્સ (Tata Motors), બેન્ક ઑફ બરોડા (Bank of Baroda), સ્યુપિડ (Cupid), બિલકેર (Bilcare).
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં તેજી આવી છે. એસજીએક્સ નિફ્ટી 2 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે ફ્લેટ જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 1.10 ટકાના વધારા સાથે 26,464.24ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.21 ટકાની તેજી આવી છે. બીજી તરફ તાઈવાનનું બજાર 0.15 ટકાની નબળાઈ સાથે 14,780.43ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.82 ટકાના વધારા સાથે 21,705.74ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઉપરાંત કોસ્પીમાં 0.16 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.02 ટકાના સામાન્ય ઘટાડા સાથે 3,169.02ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.